________________
ગશેઠ
મને લાગે છે કે હવે આપણે ઢાકાની ભૂમિનો મોહ છોડી દેવો પડશે. ઢાકા આજે મનુષ્ય રહિત બનતું જાય છે. નવાબના દરબારમાં અને દરબારની બહાર એક એક માણસને જોઉં છું ને મને વાઘ, વરૂ, રીંછ કે ચિત્તાનું સ્મરણ થઈ આવે છે. એ નરદેહધારી પશુ ક્યારે વિકરાળ બની, અચાનક થાપો મારશે તે કંઈ કહી શકાય નહીં.”
માણેકચંદે બંગાળની રાજધાની ઢાકાની તાત્કાલિક સ્થિતિનું ચિત્ર દોરતાં આ શબ્દો ઉચ્ચાર્યા. તેની સામે બંગાળનો દીવાન મુર્શિદ-કુલી-ખાં નજર નીચી રાખી નિરાંતે બેઠો હતો. બહારથી તે જેટલો સ્વસ્થ હતો, તેટલો જ અંતરમાં ઉદ્વિગ્ન હતો. માણેકચંદ શેઠની સલાહને આજ્ઞારૂપ માનવાને તે ટેવાયેલો હતો. બંને જણા આજે પોતાનો ભવિષ્યનો ક્રમ નક્કી કરવા, ભાગીરથીના તીરે આવેલા માણેકચંદ શેઠના વિશાળ પ્રસાદભુવનમાં એકઠા મળ્યા હતા. બંને જણ બંગાળની આજની ખટપટ અને કાવાદાવાથી કંટાળ્યા હતા. દિલ્હીના દૂજતા સિંહાસને તેમને પણ અસ્થિર બનાવી દીધા હતા. બંને ઉપર ભાગ્યદેવીની એકધારી કૃપા વરસતી. એક લક્ષ્મીનો લાડકવાયો હતો, તો બીજો સત્તા અને અધિકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org