________________
જગશેઠ વાર સુધી બંને એકબીજા સામે જોઈ રહ્યા. અંતે મુમુએ એક લાંબો નિ:શ્વાસ નાખ્યો અને જાણે પોતાની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતો હોય તેમ કહ્યું, “ઠીક થયું, તમે સમયસર જ આવી પહોંચ્યા.” ઝૂંપડીના એક ખૂણા તરફ ઈશારો કરી “ત્યાં ખોદજો.” એથી વધુ કાંઈ તેનાથી બોલી શકાયું નહીં.
વૃદ્ધે આંખો મીંચી લીધી. હીરાનંદ ત્યાંથી ઊઠીને મુમુર્ષના પગ પાસે બેઠો. પોતાનો કોઈ ઉપકારક હોય એવી શ્રદ્ધાથી તે તેની સેવા કરવા લાગ્યો.
પ્રાતઃકાળ થતાં પહેલાં વૃદ્ધ એક-બે વાર હીરાનંદની સામે જોઈ, કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો. પણ હવે તો તેની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. હીરાનંદે પણ મુમુર્ષની છેલ્લી સેવા કરવામાં જરાય સંકોચ ન કર્યો.
જનશૂન્ય અરણ્યમાં આશ્રમ બાંધી રહેલો આ વૃદ્ધ પુરુષ કોણ હશે તે જાણવા હીરાનંદ ઘણો આતુર હતો. પણ પ્રાત:કાળ થતાં સુધીમાં વૃદ્ધ ઉપરાઉપરી નિ:શ્વાસને લીધે કંઈ બોલી શક્યો નહીં. તેની જિજ્ઞાસા અતૃપ્ત જ રહી. મુમુર્ષ પોતાના જીર્ણ ફ્લેવરને તજી પરલોકની યાત્રા કરવા ચાલી નીકળ્યો. હીરાનંદે પૂજ્યભાવે ઝૂંપડીની પાસે જ તેની છેલ્લી ક્રિયા પૂરી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org