________________
જગશેઠ સંભળાયો. મધ્યરાત્રીએ આ એકાંત ઝૂંપડીમાં કેવી ભેદભરી લીલા ખેલાઈ રહી હશે, તેનો વિચાર આવતાં, તેના કપાળે પ્રસ્વેદનાં બિંદુ બાઝયાં. લૂંટનો માલ વહેચતાં ઘણીવાર લૂંટારાઓ પરસ્પરમાં કાપાકાપી ચલાવે છે, એવી વાતો તેણે દુકાને બેસી સાંભળી હતી. એવો જ કોઈ પ્રકાર અત્યારે આ સ્થળે ચાલી રહ્યો હોય તો પોતે શું કરે ? તેની ચાલ ધીમી પડી. પાછા ફરવાનો વિચાર આવ્યો અને ઊડી ગયો. સંકોચાતો, કંપતો તે ઝૂંપડી તરફ ધકેલાયો.
ઝૂંપડીનું બારણું અડધું ખુલ્યું હતું. ક્ષીણ પ્રકાશમાં જેટલું જોઈ શકાય તે ઉપરથી ઝૂંપડી પ્રાય: નિર્જન હોય એમ લાગ્યું. પણ દીવાનો પ્રકાશ, ઝૂંપડીની આસપાસની સ્વચ્છતા અને બીજાં કેટલાંક ચિલો જોતાં ઝૂંપડીમાં મનુષ્યનો વાસ હોય એવો નિર્ણય બાંધ્યો. પહેલાં જે આર્તસ્વર સંભળાતા હતા અને જેને લીધે હીરાનંદ આ તરફ આકર્ષાઈ આવ્યો હતો તે સ્વર સંભળાતા લગભગ બંધ પડ્યા હતા. તેણે કાન માંડીને સાંભળ્યું તો શય્યામાં સૂતેલો એક પુરુષ શાંત નિ:શ્વાસ લઈ રહ્યો હતો. હીરાનંદનો ભય દૂર થયો. તે ધીમે ધીમે પેલા પુરુષ પાસે આવ્યો.
એ પુરુષ કોણ હતો ? હીરાનંદ તેને ઓળખી શક્યો નહીં. દીપકનો પ્રકાશ પણ પુરુષને બરાબર ઓળખવામાં પૂરી સહાય આપી શકે તેમ ન હતું. દીપકનું તેલ ખૂટ્યું હતું. બીજી તરફ પથારીમાં પડેલા પુરુષનો જીવનદીપ પણ ઓલાવાની તૈયારી કરી રહ્યો હતો.
જાળવીને હીરાનંદ પેલા મુમુના માથા પાસે બેઠો. તેના કપાળ ઉપર હાથ ફેરવ્યો. વૃદ્ધે આંખ ઉઘાડીને નવા આવનારને ઓળખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તે નિષ્ફળ નીવડ્યો. થોડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org