________________
જગશેઠ તેનો તે નિશ્ચય કરી શક્યો નહીં. ભૂતાવળની ભ્રમણા હોય એમ પણ ઘડીભર લાગ્યું. હીરાનંદ જરા વધુ સાવધ બન્યો.
આ ઘોર જંગલમાં મધ્યરાત્રીએ કોઈ માણસ હોય એમ માનવાનું તેને મન ન થયું. એક તો તે પોતે જ અંધકાર અને વનની ભીષણતાથી ભયભીત હતો. કદાચ કોઈ માનવી દુ:ખથી રીબાતું હોય તો પણ પોતે ત્યાં જઈને તેને કેવી રીતે સહાય કરી શકે ? તેની પાસે નહોતું શસ્ત્રબળ કે નહોતું શરીરબળ. વનપશુ કોઈ માણસનો શિકાર કરી આવ્યું હોય અને તે મરતી વખતનો છેલ્લો શ્વાસ છોડતો હોય એમ કાં ન હોય ? અને એમ જ હોય તો કોઈ પ્રકારના શસ્ત્ર કે પ્રકાશ વિના મરતા માણસને કઈ રીતે બચાવવો ? - હીરાનંદ વણિકોની દુનિયામાં વસ્યો હતો, તેમના સંસ્કારોમાં જ ઊછર્યો હતો. છતાં તેની નસોમાં એક વીર રાજપૂતનું લોહી વહી રહ્યું હતું. ભસ્મના થર નીચે છુપાયેલા અગ્નિની જેમ તેની રાજપૂતી ધીમે ધીમે જાગૃત થઈ. ઉપસર્ગ કરનારા સ્તોત્રનું સ્મરણ કરતો, અંધારામાં તે એકલો આગળ ચાલ્યો. વનનો માર્ગ અપરિચિત હતો, કાંટા અને જાળાંથી છવાયેલો હતો. પગલે પગલે મૃત્યુની આશંકા ભરી હતી. લોહીમાં ભળી ગયેલી રાજપૂતી અને હૃદયમાં અધિકાર જમાવી બેઠેલી દયા તેને દોરતાં હતાં.
સહેજ દૂર જતાં એક નાની શી ઝૂંપડીમાં દીપકનો પ્રકાશ દેખાયો. હીરાનંદ જિંદગીમાં પહેલી જ વાર ગામની બહાર નીકળ્યો હતો. અરણ્યમાં માણસો વસી શકે, એ તેની બુદ્ધિને અગમ્ય હતું. છેક નજીક આવતાં કોઈ એક મુમુક્નો સ્પષ્ટ સ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org