________________
જગત્શેઠ
પણ માણેકચંદે અત્યાર પહેલાં બંગાળની આસમાની સુલતાની જોઈ હતી. તેમણે નાટકનાં પાત્રોની જેમ નવાબો, વજીરો, દીવાનો અને સરદારોને ચડતા પડતા તથા તરફડી મરતા નિહાળ્યા હતા. મુર્શિદ-કુલી-ખાં જેવો બુદ્ધિશાળી અને વીર પુરુષ એ ૨મતનો ભોગ ન બને, ક્ષણિક આવેશમાં આવી જઈ અકાર્ય ન કરી બેસે એ તેને જોવાનું હતું. મુર્શિદ-કુલી-ખાં કદાચ બંગાળનો ઉદ્ધાર કરે અને તોફાની પવનમાંથી રાજતંત્રને બચાવે એવી તેમને આશા હતી. તલવારના ઝટકે ગૂંચવાયેલું કોકડું ન ઊકલે એ જ વાત માણેકચંદ શેઠ મુર્શિદ-કુલી-ખાંને આજે સમજાવવા માગતા હતા.
ન
“પ્રજાને માથે નામનો પણ નવાબ તો જોશે જ. એ નવાબ અજીમુશાન હો કે એનો બાપ હો, ગમે તે હો. જ્યાં સુધી સૈન્યનું બળ તમારી પાસે છે અને મારે ત્યાં બંગાળનું મહેસૂલ સંઘરાય છે, ત્યાં સુધી આપણે બીજી ચિંતા જ શા સારુ કરવી ? એક વખત ઢાકાનો મોહ મૂકો અને જુઓ કે આ માણેકચંદ, એક જ વરસમાં મુર્શિદ-કુલી-ખાંના અખંડ સ્મરણરૂપ એક મુર્શિદાબાદ ઉભું કરે છે કે નહીં ? જ્યાં સંપત્તિ છે અને પરસ્પરમાં શ્રદ્ધા છે, ત્યાં શું અશક્ય છે ?'
૧૦
ગમગીન દીસતા ચહેરા ઉપર નવું લોહી ફરી વળ્યું, મુર્શિદકુલી-ખાંને પોતાના નામના નગરની કલ્પના અદ્ભુત લાગી, માણેકચંદ શેઠની સલાહ ધ્યાનપૂર્વક સાંભળી લીધા પછી તે વિચારમુગ્ધ બેસી રહ્યો.
માણેકચંદ શેઠે માન્યું હતું કે મુર્શિદાબાદની કલ્પના ખાંસાહેબને આંજી દેશે. ઘડીભર એવો ભાસ આવ્યો પણ ખરો, પરંતુ બીજી જ ક્ષણે મુર્શિદ-કુલી-ખાં જાણે દુઃખના કોઈ દરિયામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org