________________
જગત્શેઠ
ડૂબી જતો હોય એવો દેખાયો. શેઠે તેની આવી સ્થિતિ ઘણીવાર અનુભવી હતી. તેના મોં ઉપરના ક્ષણે ક્ષણે પલટાતા રંગોનો તેણે એક રીતે અભ્યાસ કરી લીધો હતો અને તે ઉપરથી તેણે નિશ્ચય કર્યો હતો કે મુર્શિદ-કુલી-ખાં જેવા વીર ગણાતા પુરુષના હૃદયમાં કોઈ એક ઠેકાણે શલ્ય ખૂંચે છે.
“જુઓ, મુર્શિદ-કુલી-ખાંનું માનીતું મુર્શિદાબાદ એક દિવસ બંગાળની રાજધાની બનશે, ગંગાને તીરે એક ટંકશાળ ઊભી થશે. અંગ્રેજો, ફ્રેંચો અને ડચ લોકો પણ તમને કુર્નીશ કરતા તમારા પગ પાસે ખડા રહેશે અને દિલ્હીનો શહેનશાહ તો બિચારો પૈસાનો જ ભૂખ્યો છે. તેને દર વરસે મહેસૂલના એક કરોડ ને ત્રીસ લાખ રૂપિયા મોકલું છું, તેને બદલે બે કરોડ મોકલીશ અને કહીશ કે મુર્શિદ-ફુલી-ખાંના જ પ્રતાપે બંગાળની સમૃદ્ધિ દિનપરદિન વધતી જાય છે. આટલું થાય તો પછી નવાબીની મૃગતૃષ્ણા તમને શા સારુ જોઈએ ?’' માણેકચંદ શેઠે મુર્શિદકુલી-ખાંના ઉત્સાહમાં નવું ચેતન પ્રગટાવ્યું. નવાબ કરતાં પણ પોતે દશગણો મહાન્ છે. માણેકચંદ શેઠની બુદ્ધિ તથા સંપત્તિની સહાય હોય તો દિલ્હીનો તાજ પણ માથે મૂકી શકાય એવી મનોરમ મનોરથસૃષ્ટિ તેના ચક્ષુ આગળ ખડી થઈ.
૧૧
માણેકચંદ શેઠની શક્તિ ઉપર મુર્શિદ-કુલી-ખાંને પ્રથમથી જ વિશ્વાસ હતો. તેમની સત્યપરાયણતા અને સાહસિકતા પણ તેનાથી અજાણી ન હતી. નવાબના ભર્યા દરબારમાં આ જ એક માણસ છે એમ તે શ્રદ્ધાથી માનતો. તે જ દિવસે બંનેએ ઢાકાની પ્રપંચી રંગભૂમિ તજી જવાનો નિશ્ચય કર્યો. ઢાકાવાસી કોઈ એ ફેરફારનો અર્થ સમજી શક્યું નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org