________________
૧૪.
જગશેઠ બંગાળનું રાજતંત્ર નખશીખ ન સુધરે. બે-ચાર અહીં તહીં થીગડાં મારવાથી થોડો સંતોષ કદાચ મેળવી શકાય, પણ એમાં જે શક્તિનો વ્યય થાય છે, તેની સરખામણીમાં એ સંતોષની કંઈ વધુ કિંમત ન અંકાય.
આ નિરાશાનું એક બીજું પણ કારણ હતું. મુર્શિદ-કુલી-ખાં અપુત્ર હતો. બંગાળને બચાવ્યા પછી, બંગાળની સમૃદ્ધ અને રસાળ ભૂમિનો અધિકારી કોણ ? એ ચિંતા તેને નિરુત્સાહ બનાવી દેતી. માતૃભૂમિ જેવી કોઈ વસ્તુ તેની કલ્પનામાં આવી શકે તેમ ન હતું. તે મુસલમાન હતો, એટલે જ માતૃભૂમિની ચિંતાથી વિમુખ રહેતો એમ માનવાનું પણ કંઈ કારણ નથી. તે જન્મથી જ વિચિત્ર સંયોગોમાં ઊછર્યો હતો. તેને જેમ ભવિષ્યકાળ અંધકારમય લાગતો, તેમ ભૂતકાળ પણ એટલો જ અગમ્ય અને તિમિરાચ્છાદિત ભાસતો.
કેટલીકવાર તે માણેકચંદ શેઠની સાથે વાત કરતાં અન્યમનસ્ક બની જતો. ભવિષ્યની કલ્પના કરતાં ઉષ્ણ નિઃશ્વાસ મૂકતો. દિલનું દર્દ તે કોઈની પાસે ખુલ્લું કરી શકતો નહીં. માણેકચંદ પણ એ વિશે સીધો સવાલ પૂછવા જેટલી હિંમત કરી શકતા નહીં. - અંગ્રેજ ઈતિહાસકારોએ તેને બીજા ટોડરમલ્લના વિશેષણથી વધાવ્યો છે. માણેકચંદ શેઠની અદશ્ય શક્તિ અને બુદ્ધિ તેમાં મુખ્ય ભાગ ભજવી રહી હતી. મહેસૂલી વહીવટ સર્વને અનુકૂળ તથા સુખરૂપ બને તે સારુ માણેકચંદ શેઠની સલાહ પ્રમાણે મુર્શિદકુલી-ખાંએ બંગાળને જુદા જુદા ભાગોમાં વહેંચી નાખ્યું હતું. હિંદુ તથા મુસલમાનના ભેદ લગભગ ભુંસાઈ ગયા હતા. યોગ્યતા અને ક્ષમતાનો જ આદર થતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org