________________
જગશેઠ
૧૫ આગ્રા અને દિલ્હીમાં જ્યારે રાજકાંતિ જોશભેર ચાલતી હતી, તે વખતે બંગાળ ને બિહાર મુર્શિદ-કુલી-ખાંની ક્ષમતાને પ્રતાપે જ લગભગ સ્વસ્થ રહી શક્યા. અંગ્રેજ વેપારીઓ જે વખતે કુટિલ નીતિને અવલંબી કર્ણાટક, મદ્રાસ અને સુરત વગેરેમાં કોઠીઓ સ્થાપી, ભૂમિનો કબજો લઈ રહ્યા હતા, તે વખતે માત્ર મુર્શિદકુલી-ખાંએ પોતાના બાહુબળે તેમને બંગાળની બહાર રાખ્યા.
એટલામાં ફરૂખસીયર અણધાર્યો દિલ્હીના તખ્ત ઉપર ચઢી બેઠો. બહાદુરશાહનો પુત્ર જહાંદારશાહ, જે ગાદીનો વારસ હતો તેનું ખૂન થયું. મોગલ સામ્રાજ્યનો સૂર્ય અસ્તાચલે ચઢતો હતો, તે વધુ વેગથી નીચે ખેંચાતો ચાલ્યો. સૈયદ ભાઈઓ પણ સામ્રાજ્યને તળિયે લઈ જવામાં પોતાનો પાપભાર વધારી રહ્યા, એ ભાઈઓને લીધે મોગલ સલ્તનતની આસપાસ પ્રપંચજાળ પથરાઈ
બાદશાહ ફરૂખસીયર એક રાજપૂત કન્યાને પરણવા માગતો હતો. પણ લગ્નને આગલે દિવસે જ તે બિમાર થયો. કોઈ રાજવૈદ્ય એ રોગ મટાડી શક્યા નહીં. ફરૂખસીયરે દિલ્હીના તખ્ત ઉપર ભાગ્યે જ એક વરસ વીતાવ્યું હશે, ત્યાં તો યમનો સંદેશ તેણે સાંભળ્યો. લગ્નની પળોમાં મૃત્યુની કરાળ પાંખ ઉપર બેસી ઊડી જવાનું કોને દિલ થાય ? સ્વાથ્યની ખાતર તે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હતો. એટલામાં અંગ્રેજી કંપનીનો હેમીલ્ટન નામનો એક હકીમ બાદશાહને ભેટ્યો. તેણે ફરૂખસીયરને પથારીમાંથી હરતો-ફરતો કર્યો. હેમીલ્ટને પોતાની મહેનતના બદલામાં બંગાળના નદીકિનારેનાં થોડાં ગામ ઈનામ રૂપે માગ્યાં. રાજપૂત કન્યાના રૂપથી ઉન્મત્ત બનેલો અને નવા જીવનના કેફમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org