________________
જગશેઠ
૧૬ આંધળો બનેલો શહેનશાહ, હેમીલ્ટનને કોરા કાગળ ઉપર સહી આપવા તૈયાર થયો. તેણે ગંગાના કિનારા ઉપર આવેલાં દસદસ ગાઉ સુધીના વિસ્તારવાળા ચાલીસ પરગણાં અંગ્રેજ પેઢીને સોપવા બંગાળના દીવાન મુર્શિદ-કુલી-ખાંને ફરમાવ્યું.
અંગ્રેજ-ફ્રેંચ અને વલંદા વ્યાપારીઓનાં તરકટો હવે કોઈથી છૂપા રહી શક્યાં ન હતાં. મુર્શિદ-કુલી-ખાં અને માણેકચંદ શેઠ જેવા કુશળ પુરુષો તો એમની દરેક રમતનું રહસ્ય પામી ગયા હતા. બંગાળ વ્યવસ્થિત થાય તે પહેલાં જ કંપની રૂપી અજગરના ગળામાં જઈ પડે, એ મુર્શિદ અને માણેકચંદ શેઠને આપઘાત જેવું લાગ્યું. મુર્શિદ-કુલી-ખાં બાદશાહના ફરમાન સામે પણ અડગ રહ્યો. તેણે બાદશાહને લખી મોકલ્યું કે બંગાળનો દીવાન, બંગાળની ભૂમિની એક તસુ પણ પરદેશી વેપારીને સોંપવા નાખુશ છે અને બીજી તરફ બંગાળના જમીનદારોને પણ કહી દીધું કે શહેનશાહનું ફરમાન છૂટે તો પણ કોઈએ અંગ્રેજ વેપારીને જમીનનો કટકો સરખો પણ ન આપવો.
અંગ્રેજ પેઢીના અધિકારીઓ મુર્શિદાબાદના રાજતંત્રમાં માણેકચંદ શેઠનો કેટલો પ્રભાવ છે તે બહુ સારી રીતે જાણતા હતા. તેમણે માણેકચંદ શેઠને સમજાવી, શહેનશાહનું ફરમાન માન્ય રાખવા આગ્રહ કર્યો. મુર્શિદ-કુલી-ખાંને શેઠ વિના બીજું કોઈ સમજાવી શકે એમ ન હતું. અંગ્રેજ વેપારીઓએ વ્યાપારના વિસ્તાર સાથે બંગાળની ઋદ્ધિ-સમૃદ્ધિ કેટલી બધી વધશે તે સંબંધી સુંદર ચિત્રો માણેકચંદ શેઠ આગળ દોરી બતાવ્યા. મુર્શિદ-કુલી-ખાંની જેમ માણેકચંદ શેઠે મિ.હેમીલ્ટનને સાફ ના તો ન સંભળાવી, પણ એ વિષયમાં પોતાથી બનતું કરવાનું આશ્વાસન આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org