________________
૧૭
જગશેઠ
ખરું જોતાં વિદેશી વેપારીઓનાં શૂળ, આ દેશના વૈશ્યોના દિલમાં જ ભોકાવાનાં હતાં, એમ સમજવા છતાં માણેકચંદ શેઠે અંગ્રેજ પેઢીનાં આંસુ લૂછડ્યાં, એનું કારણ સ્પષ્ટ હતું એ વખતે કોઈની શહેનશાહત, કોઈની નવાબી કે કોઈની દીવાનગીરી સ્થિર કે કાયમી ન હતી. આખા દેશમાં ઉથલપાથલ ચાલતી હતી. આવા સંજોગોમાં અંગ્રેજોને ખુલ્લા શત્રુ બનાવવાનું માણેકચંદ શેઠે પસંદ ન કર્યું. ફરૂખસીયરનો અમલ કેટલો નબળો છે અને અંગ્રેજોને રાજી રાખવા જતાં ફ્રેંચ અને વલંદાની વ્યાપારી પેઢીઓ કેટલી ઉશ્કેરાશે તે સમજાવી બાદશાહના ફરમાનને દબાવી દેવાની તેમની ધારણા હતી.
આ વાત બાદશાહ ફરૂખસીયર પાસે પહોંચી. મુર્શિદ-કુલીખાંની ઉદ્ધતાઈ સાંભળી તે ક્રોધથી લાલચોળ બની ગયો. ફરૂખસીયર જયારે રખડતો હતો, ત્યારે દિલ્હીનું સિંહાસન મેળવવામાં માણેકચંદ શેઠે જ પૈસાની મદદ કરી હતી. મુર્શિદકુલી-ખાં અને માણેકચંદ શેઠની વચ્ચે ફરમાનના અમલ વિશે મતભેદ છે, એમ પણ તે અંગ્રેજ વેપારીઓ મારફત જાણી શક્યો હતો. તેને માણેકચંદ શેઠનો ઉપકાર વાળવાની અને મુર્શિદ-કુલીખાંને સજા કરવાની તક મળી.
શહેનશાહનું બીજું ફરમાન છૂટ્યું. તેમાં મુર્શિદ-કુલીખાંને દીવાનપદ ખાલી કરવાની અને શેઠ માણેકચંદને તે સ્થાને સ્થાપવાની સ્પષ્ટ ઉદ્યોષણા હતી. તે સાથે શેઠ માણેકચંદને અને તેમના વંશજોને “જગતુ શેઠ”ની પદવીથી વિભૂષિત કરવાની શહેનશાહે પોતાની ઈચ્છા દર્શાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org