________________
૧૮
જગશેઠ
માણેકચંદ શેઠને જ્યારે આ ફરમાન મળ્યું. ત્યારે તેમની અજાયબીનો પાર ન રહ્યો. એ વખતે હિંદુઓના જીવન અને ધનમાલની પણ પૂરેપૂરી સહીસલામતી ન હતી, ઝનૂની અમલદારો જે વખતે હિંદુ ધનિકોની આબરૂ અને મિલ્કત લૂંટવામાં ઈસ્લામના આદેશનું પાલન સમજતા હતા, તે વખતે દિલ્હીનો શહેનશાહ એક જૈનને સમસ્ત બંગાળનો દીવાન અથવા સૂબો નીમે એ એક અદ્ભુત ઘટના હતી. એ વાત ખરી છે કે અધિકારીઓનાં આસન એટલાં ડોલાયમાન રહેતાં કે અધિકારની સાર્થકતા સાધવાની ઘડી સાંપડે તે પહેલાં જ તેમને પૃથ્વી ઉપર પછડાવું પડતું. એટલું છતાં પદવી અને ઋદ્ધિનો મોહ કોઈ મૂકી શકતું નહીં. જગડુશેઠની પરિણામદ બુદ્ધિને આ ફરમાનનું પરિણામ કળાયું. શહેનશાહનું કેટલું ઉપજણ છે અને મુસલમાન અધિકારીઓની વચ્ચે સૂબાગીરી સાચવી રાખવામાં કેટલું જોખમ છે, તે તેઓ કળી ગયા. છતાં પ્રાપ્ત થયેલો અધિકાર વ્યર્થ જવા ન દેવો એવો નિશ્ચય કર્યો. મુર્શિદ-કુલી-ખાં, ગમે તેમ પણ પોતાનો મિત્ર હતો. બંગાળભૂમિના કલ્યાણાર્થે જ તે બાદશાહની વિરુદ્ધ પડ્યો હતો અને મુર્શિદકુલી-ખાં ન હોય તો અત્યારે બંગાળ નરપશુથી ભરેલા ભયંકર અરણ્ય જેવું બની જાય એ પણ ઉઘાડી વાત હતી. પરંતુ બાદશાહનો ક્રોધ કઈ રીતે શાંત કરવો, સૂબાગીરીનો અનાદર કરવા છતાં ફરૂખશીયરની આજ્ઞાનું સન્માન શી રીતે વધારવું અને બીજી તરફ મુર્શિદ-કુલી-ખાં જેવા પુરુષને કઈ રીતે રાજી રાખવો, એ જગતુશેઠ માણેકચંદને એક મોટો પ્રશ્ન થઈ પડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org