________________
૧૯
જશેઠ
ફરૂખશીયરનું ફરમાન મુર્શિદ-કુલી-ખાંને મન એક ઉલ્કાપાત હતો. તેની અને માણેકચંદ શેઠની મૈત્રી ગમે તેટલી શ્રદ્ધાભરી અને અચળ જેવી દેખાતી હોય તોપણ આ આખાયે કારસ્થાનમાં માણેકચંદ શેઠનો જ હાથ હોવો જોઈએ, એમ તે પોતાના મનને મનાવવા પ્રયત્ન કરી રહ્યો. જે દરબારોમાં પળે પળે પ્રપંચના પાસા ફેંકાતા હોય ત્યાં માણેકચંદ શેઠ ક્યાં સુધી વિમુખ રહી શકે ? ધન, સંપત્તિ અને રાજના લોભે એક વેપારી પોતાનું હૈયું ક્યાં સુધી સાબૂત રાખી શકે ? માણેકચંદ શેઠે પોતે આ કાવતરું ન રચ્યું હોય તો બાદશાહ બીજા કોઈની નહીં અને બંગાળના સૂબા તરીકે માણેકચંદની જ શા સારુ પસંદગી કરે ? અંગ્રેજ વણિકો કરતાં પણ હિંદુ વેપારી વધુ કાવતરાખોર હોઈ શકે છે. ફૂલની શય્યામાં સૂતેલા પુરુષને અચાનક સર્પ દંશે તેમ મુર્શિદકુલી-ખાંનું અંતર આકસ્મિક ફરમાનથી ધ્રૂજી ઊઠ્યું.
ઢાકાની રાજધાની બદલવામાં અને મુર્શિદાબાદ વસાવવામાં પણ એ જ માણેકચંદ મુખ્ય પ્રેરક હતો. બંગાળની જમાબંધી વ્યવસ્થિત કરવામાં અને રૈયતની શાંતિ સારુ મુર્શિદની પડખોપડખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org