________________
જગત્ોઠ
માણેકચંદ શેઠની યોજના ફળી. ઢાકાને બદલે મુર્શિદાબાદ બંગાળની રાજધાની બન્યું. અજીમુશાન માત્ર નામનો જ નવાબ રહ્યો. મુર્શિદ-કુલી-ખાં અને માણેકચંદને બંગાળ, બિહાર અને ઓરીસાની પ્રજાએ વિના અભિષેકે સર્વોપરી સત્તાધિકારી સ્થાપ્યા. જાગીરદારોના ખેડૂતો ઉપરના જુલમો ઓછા થતા ચાલ્યા. પૈસા ખાતર ગરીબ રૈયત ઉપર ગુજરતા અત્યાચારો માણેકચંદ શેઠ પોતે જાતે દૂર કરવા લાગ્યા.
૧૩
પણ આ સ્થિતિ લાંબો વખત ન ટકી. જ્યાં ચોતરફ દાવાનળ સળગી રહ્યો હોય ત્યાં આ બે અધિકારીઓ શું કરી શકે ? અંગ્રેજો, ફ્રેંચો, વલંદાઓ અને સત્તાલોલુપી મુસલમાનો તથા હિંદુઓ બંગાળનું જળોની જેમ લોહી ચૂસતા હતા. શરૂઆતમાં મુર્શિદકુલી-ખાંએ માણેકચંદ શેઠને, બંગાળની સ્થિતિ સુધારવામાં પૂરતો સાથ આપ્યો. પણ અંતે તે કંટાળ્યો. તેની નજર આગળ અંધકાર તરી રહ્યો. તે સમજ્યો કે જ્યાં સુધી દિલ્હીની શહેનશાહત સ્થિર ન થાય, વલંદા વેપારીઓ રૂપી ગીધનાં ટોળાં ન ટળે ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org