________________
જગશેઠ
૧૫૧ તે ઉપરાંત ખુશાલચંદે સાર્વજનિક હિતનાં પણ ઘણાં કાર્યો કર્યા હતાં. એમ કહેવાય છે કે જે જગતુશેઠે લગભગ ૧૦૮ જેટલાં તળાવ બંધાવ્યા હતાં, તે આ ખુશાલચંદજી જ હોવા જોઈએ. જગતુશેઠના રહેવાના મકાન પાસે આજે એક ભાગ છે, તેનું નામ “ખુશાલબાગ” છે, તે પણ એમણે જ નિર્યો હશે. લોકવાયકા તો એવી છે કે ખુશાલચંદજીએ પોતાની ઘણીખરી સંપત્તિ જમીનમાં દાટી રાખી હતી. પરંતુ તેમનું અકસ્માત મૃત્યુ થવાથી અને વાચા બંધ પડી જવાથી એ વિશે કોઈને કંઈ કહી શક્યા નહીં.
ખુશાલચંદજીને સંતાન ન હતું. તેમણે પોતાના ભત્રીજા હરખચંદજીને ખોળે લીધા. વોરન હેસ્ટઝને પણ ખુશાલચંદજીના મૃત્યુથી બહુ ખેદ થયો. ઉત્તરોત્તર ચાલી આવતી રીત પ્રમાણે હેસ્ટીંગ્સ હરખચંદને જગત્ શેઠની પદવી આપી. કંપનીના ઇતિહાસમાં પદવી આપવાનો આ પ્રસંગ પહેલવહેલો બન્યો.
હેસ્ટીંગ્સ કહેવડાવ્યું કે “હરખચંદજી ઉંમરલાયક થશે ત્યારે ખુશાલચંદજીની અરજનો અમલ કરવામાં આવશે.” પણ તે પછી તરત જ તેને વિલાયત જવું પડ્યું. જગતુશેઠના કુટુંબની દુર્દશા દિવસે દિવસે વધુ શોચનીય બની. આવકનાં બધાં દ્વાર બંધ થવાથી જગડુશેઠ હરખચંદને પગલે પગલે મુંઝવણ થવા લાગી. ઘણું ધન તો ખુશાલચંદજીની હયાતીમાં જ ખર્ચાઈ ગયું હતું.
હરખચંદજીના સમયમાં, જગતુશેઠનું ધાર્મિક વલણ બદલાયું. એમ કહેવાય છે કે હરખચંદને કોઈ સંતાન ન હતું. તેથી તે હંમેશાં ઉદાસ રહ્યા કરતો. એક વૈષ્ણવ સંન્યાસીએ સંતાનની લાલચ આપી, વૈષ્ણવ ધર્મમાં દીક્ષિત કર્યો. તેણે એક વિષ્ણુ મંદિર પણ પોતાના ઘર પાસે બંધાવ્યું. આ રીતે ધમતર કરવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org