________________
જગશેઠ
૧પ૦ જમીનદારોના દેણા માટે આપણે જવાબદાર નથી. બાકીના ૨૧ લાખ, કંપની અને નવાબ સરખે ભાગે, દસ વરસની અંદર ભરી દેશે.”
તે પછી કંપનીની સત્તા અને આવક વધતી ચાલી. ક્લાઈવને થયું કે રાજકારભારમાં જગતુશેઠની મુદલ દરમ્યાનગીરી શા સારુ હોવી જોઈએ ? તેને જગશેઠ નડતરરૂપ લાગ્યા. જગતુશેઠને તેણે કહેવડાવ્યું : “જો વરસ દિવસે ત્રણ લાખ રૂપિયા લઈ છુટા થવા માગતા હો તો અમે એટલું વર્ષાસન બાંધી આપવા તૈયાર છીએ.” જગતુશેઠ ખુશાલચંદે એ માંગણી ન સ્વીકારી. તેમણે જવાબ આપ્યો કે “ઓછામાં ઓછું ખર્ચ કરું તો પણ ત્રણ લાખ રૂપિયા મને ઓછા પડે.” વોરન હેસ્ટીંગ્ટના અમલમાં ખુશાલચંદની સ્થિતિ વધુ બગડી. રાજવહીવટનાં કેટલાંક ખાતાં મુર્શિદાબાદથી કલકત્તા ગયાં. આથી જગતુશેઠ મોટી મુશ્કેલીમાં આવી પડ્યા. તેમણે તે વિશે ટેસ્ટીંગ્સને એક પત્ર લખ્યો અને પરાપૂર્વથી જે વહીવટ પેઢી સંભાળતી તે પાછો પેઢીને સોંપવા અરજ કરી. હેસ્ટીંગ્ઝ એ વખતે રાજધાનીથી બહુ દૂર હતો. તેણે રાજધાનીમાં આવ્યા પછી એ વિશે સંતોષકારક નિવેડો લાવવાની પોતાની ઈચ્છા દર્શાવી. કમનસીબે હેસ્ટીંઝે પાછો આવે તે પહેલાં જ અકસ્માતુ ખુશાલચંદ ગુજરી ગયા. સમેતશિખર ઉપર તેમણે જ કેટલાંક જૈન મંદિરો બંધાવ્યાં હતાં. બાદશાહ મહમદશાહના વખતથી શિખરજીની સઘળી તીર્થભૂમિ જગતુશેઠના કુટુંબને વગર કરે સુપ્રત કરવામાં આવી હતી. શિખરજી ઉપરનાં મંદિરોમાં ઘણેખરે સ્થળે શિલાલેખોમાં જગતુશેઠ ખુશાલચંદના નામનો ઉલ્લેખો છે. 1. Long's Selection P. 437
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org