________________
જગશેઠ
૧૪૯ તમારા પિતા સાથેના વ્યવહારમાં હું કેટલી મહેરબાની રાખતો અને કેવી મદદ કરતો તે તમારી જાણ બહાર નહીં હોય. તમારી અને તમારા પરિવારની સાથે પણ એવો જ આંતરિક સંબંધ ધરાવી રહ્યો છું. છતાં ખેદની વાત છે કે તમે તમારી પ્રતિષ્ઠાનો અને જવાબદારીનો કંઈ ખ્યાલ નથી રાખતા. પહેલાં આપણી વચ્ચે એવી સમજૂતી થઈ હતી કે તિજોરીની ત્રણ ચાવીઓ જુદે જુદે ઠેકાણે રાખવી, પણ તેમ કરવાને બદલે તમે એકલા તમારી પાસે જ બધા પૈસા રાખી લો છો. ઈજારા પણ તમે બની શકે તેટલા ઓછા દરે આપો છો, રાજ્યનું કરજ પહેલાં વસૂલ કરવું જોઈએ તેમ ન કરતાં તમે તમારું લેણું, જમીનદારો પાસેથી પહેલું પતાવો છો, એવા સમાચાર મને મળ્યા છે. તમારી આ વર્તણૂંકનો કોઈ રીતે બચાવ થઈ શકતો નથી. હજી પણ તમે પ્રથમના જેટલા જ પૈસાદાર છો. વધારે લોભને લીધે તમને અસંતોષ રહેતો હશે, પણ તમે તમારી જવાબદારીથી નીચે પડતા જાઓ છો અને અમારો તમારા પ્રત્યેનો વિશ્વાસ ઊઠતો જાય છે.”
આ પત્રમાં ક્લાઈવનો હુંકાર ગર્જી રહ્યો છે. ખોટા દસ્તાવેજ બનાવી પોતાના આશ્રિતોના નિ:શ્વાસ લેતાં જેને જરાય અરેકાર ન થયો, તેની પાસેથી જગતુશેઠના પુત્રોને આવો ઉદ્ધત જવાબ મળે, એ વિશે કોઈને આશ્ચર્ય ન થાય. - ૧૭૬૬ના એપ્રિલ મહિનામાં જગતુશેઠે, કંપની પાસે પોતાના લેણા ૫૦ થી ૬૦ લાખ રૂપિયાની ઉઘરાણી કરી. જગડુશેઠે એ રૂપિયામાંથી ૩૦ લાખ જમીનદારોને અને ૨૧ લાખ મીરજાફર તથા અંગ્રેજોને સૈન્યના નિભાવને અંગે ધીર્યા હતા. ૧૪મી એપ્રિલે કંપનીની કાઉન્સિલે ઠરાવ્યું :
1. Hunter's Statistical Account of Murshidabad P. 263
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org