________________
જગશેઠ
૧૪૮ પહેલા કરતાં અધિક પ્રમાણમાં બળવતી બની હતી. કાઉન્સિલના સભ્યો-જોનસ્ટન, મીડલટન અને લેસેસ્ટરે નજુમ-ઉદ્-દૌલા પાસે એક લાખ ને પચીસ હજાર રૂપિયાની માગણી કરી. જગતુશેઠે તે કબૂલ્યા તો ખરા, પણ સમયસર આપી શક્યા નહીં. આથી એ ગોરા દેવો કોપાયમાન થયા અને બળજબરીથી રકમ વસૂલ કરી.
નજુમ-ઉદ્-દૌલાએ પહેલાં મહમદ રેજા-ખાંને નાયબ-સૂબો નીમ્યો હતો. પણ ક્લાઈવે બીજીવાર હિંદુસ્તાનમાં પગ મૂક્યો કે તરત જ તેણે એ વ્યવસ્થા નામંજૂર કરી અને નજુમને રાજકાજમાંથી તેમજ સૈન્ય સંબંધી વ્યવસ્થામાંથી રાજીનામું આપી છૂટા થવાની ફરજ પાડી. માત્ર નામની કેટલીક સત્તા રહેવા દીધી, તેમાં પણ મહમદ રેજા-ખાં, રાજા દુર્લભરામ અને જગતુશેઠની સલાહ વિના કંઈ કામ ન કરવાનું દબાણ થયું.'
એ સ્થિતિ પણ ૧૭૬૫માં પલટાઈ ગઈ. કંપની સરકારે બંગાળની દીવાની પોતાના અધિકારમાં લીધી અને તે દિવસથી કંપની દેશમાં કર્તાહતા બની. ક્લાઈવે જગડુશેઠ ખુશાલચંદને કંપનીની શરાફી સોંપી. ખુશાલચંદ બહુ નાની ઉંમરના હતા, ભાગ્યે જ અઢાર વરસ થયા હશે. જગશેઠના કુટુંબની પૂરેપૂરી પડતી અહીંથી આરંભાઈ.
જગશેઠ ખુશાલચંદે, એ અરસામાં, ક્લાઈવને એક પત્ર લખી પોતાની કેટલીક મુશ્કેલીઓ નિવેદી. પણ ક્લાઈવે સભ્યતાપૂર્વક તેનો જવાબ વાળવાને બદલે જાણે જૂનું વેર વાળતો હોય તેમ કઠોર વાણીમાં સંભળાવી દીધું કે :
1. Burk's Impeochment of W.H. (Bohn) Vol. I P. 246
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org