________________
જગશેઠ
ઉપર જગતુશેઠના પરિવારમાં આજે પણ જૈન આચાર-વિચારનું જ પ્રાધાન્ય જળવાઈ રહ્યું છે.
હરખચંદજી પછી ઈદ્રચંદ અને બિશનચંદે બે ભાગમાં માલમિલકત વહેંચી લીધી. રાજકારભારને લગતો સઘળો સંબંધ સદાને માટે બંધ થયો. અંગ્રેજ સરકારે ઈદ્રચંદને પણ જગતુશેઠની ઉપાધિથી નવાયા; પણ હવે પૂરતી આવક વિના ઉપાધિ એ ખરેખર ઉપાધિરૂપ બની ! સરકારે પણ તે પછી એ પદવી આપવી બંધ કરી. ઇતિહાસના પાના ઉપર ઈદ્રચંદે “જગતુશેઠ”ની છેલ્લી પદવી કેવળ શોભા પૂરતી દીપાવી. - ઈદ્રચંદ પછી ગોવિંદચંદ જગશેઠની ગાદીએ આવ્યો. પણ તે એટલો બધો ઉડાઉ હતો કે તેણે બાકી રહેલાં ઘરેણાં અને વસ્ત્રો પણ વેચી નાખ્યાં. આખરે આજીવિકાનો સવાલ ઊભો થયો ત્યારે તેણે અંગ્રેજ સરકારનું શરણું લીધું કેટલીય માથાકૂટ પછી મહામહેનતે સરકારે માસિક ૧૨૦૦ રૂપિયા જીવનપર્યત આપવાનું ઠરાવ્યું. - પછી તો દીનતા પોતાની સાથે જે ગૃહફ્લેશ લેતી આવે છે, તેણે પોતાનો અધિકાર જમાવ્યો. એક જ કુટુંબની જુદી જુદી શાખાએ વર્ષાસન વિશે જુદા જુદા દાવા નોંધાવ્યા. સરકારે પણ તેના એવા જ ઉડાઉ જવાબ વાળ્યા. પરંતુ “જગતુશેઠ”ના ઇતિહાસ સાથે એને કંઈ સંબંધ નથી. ટૂંકામાં, એટલું કહી શકાય કે જે સ્થળે પ્રતાપ, વૈભવ ને અધિકારનો પ્રખર સૂર્ય પોતાનાં હજારો કિરણો ફેંકી રહ્યો હતો, ત્યાં આજે કોડિયાના દીવાનો અતિ સામાન્ય પ્રકાશ પણ નથી રહ્યો. એટલું છતાં જગત્શેઠના નામ સાથે જે અતીત ગૌરવ અને ભવ્યતા સંકળાયાં છે, તેને કરાળ કાળ ભૂંસી શક્યો નથી. વ્યક્તિ શુદ્ર છે, તેનું બળ વ્યક્તિ કરતાં પણ મહાન છે, ચિરારાધ્ય છે, અજર-અમર છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org