________________
જગઠ
૧૦૭
જગત્શેઠ મતાબચંદ અને ઘસીટા-બેગમનો તે દિવસનો વાર્તાલાપ એ રીતે પૂરો થયો, પણ તે પછી જગશેઠ વધુ સાવધ થયા. દિવસો વહેતા ગયા તેમ તેમ અણકલ્પ્યા છુપા ભેદો તેમની પાસે પ્રગટ થવા લાગ્યા. શૌકતજંગ ખુલ્લી રીતે સિરાજ વિરુદ્ધ પડ્યો હતો. રાજવલ્લભ છુપી રીતે અંગ્રેજો સાથે મસલત કરતો હતો. મીરજાફર બહારથી વફાદારીનો દંભ રાખવા છતાં સિરાજનું સત્યાનાશ વાળવાનો નિશ્ચય કરીને જ બેઠો હતો. ફત્તેહચંદ જગત્શેઠ કહેતા હતા, તેમ સારા યે નવાબી રાજતંત્રની રગેરગમાં છૂપું કાતિલ ઝેર પ્રસરતું હતું. જમીનદારોની અકળામણ પણ વધતી જતી હતી. તેમને એક યા બીજા કારણે એકાદ પક્ષમાં ભળ્યા વિના છૂટકો ન હતો.
જગત્શેઠનો અંગ્રેજ વેપારીઓ સાથેનો પરિચય વધતો જતો હતો. અંગ્રેજો અને ફ્રેંચો પણ નાણાંની જરૂર પડતી ત્યારે જગત્શેઠનાં પગથિયાં ઘસતા. રાજદ્વારી ખટપટ મહતાબચંદને પહેલેથી જ પસંદ ન હતી. વિદેશી વેપારીઓ સાથે વ્યાપારના સૂત્રથી બંધાવા છતાં રાજપ્રકરણી ચેપથી બચી શકાય એવો કોઈ ઇલાજ ન રહ્યો. રાજમહેલોમાં ઊછરેલી એ મહામારી જોતજોતામાં વેપારી પેઢીઓ અને જમીનદારોની કચેરીઓ સુધી વ્યાપક બની. માણસ શ્વાસોચ્છ્વાસથી બચી શકે તો જ બંગાળની અત્યારની ખટપટથી બચી શકે, એવી સ્થિતિ ઉત્પન્ન થઈ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org