________________
૧૦૮
-
',
જગશેઠ
થી તા.
છે
'
.
એ દિવસોમાં એક સાંજે, કલકત્તા તરફથી એક હોડી મહિમાપુરના ઘાટ પાસે આવી ઊભી રહી. થોડીવારે અંદરથી એક માણસ ઊતર્યો. ઘાટ ઉપર બહુ ભીડ ન હતી. અંધકાર ઊતરતો હતો, તેમ ઘાટ ઉપરનાં સ્ત્રી-પુરુષો ઝટ ઝટ ઘર તરફ જવાની તૈયારી કરી રહ્યાં હતાં. આ નવા આવનારને જાણે કંઈ જ ઉતાવળ ન હોય એમ તે પાછો હોડી ઉપર ગયો અને ભૂલથી કોઈ વસ્તુ રહી ગઈ હોય તેમ પોતાનો સામાન તપાસવા બેઠો. ક્યાંય સુધી તેણે એકની એક ચીજ બે-ત્રણ વાર જોઈ. ઘાટ પ્રાયઃ નિર્જન થયો અને અંધારામાં દૂરથી કોઈ ઓળખી શકે નહીં એમ લાગ્યું ત્યારે તેણે ઘાટ ઉપર ફરીવાર પગ મૂક્યો અને સંકોચાતા દિલે આગળ વધ્યો.
એ મુસાફર માનતો કે મહિમાપુરમાં કે મુર્શિદાબાદમાં તેને કોઈ ઓળખતું નહીં હોય, પણ લોકવાયકા એને જુદી જુદી રીતે ઓળખાવતી.
કોઈ કહેતું કે “એ જાસૂસ છે, આઠ-પંદર દિવસે વેશ પલટીને આવે છે.” કોઈ નિશ્ચિત રૂપે કહેતું કે “એ મૂળ પંજાબી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org