________________
જગશેઠ
૧૦૯ જગતુશેઠની કૃપાથી વેપારમાં પાંચ પૈસા કમાયો છે. જરા ખેપાની છે, એટલે લોકો વહેમાયા છે, એટલું જ.” કોઈ એમ પણ માનતું કે “સિરાજને ગાદી ઉપરથી ઉઠાડવા માટે જ તે આવ-જા કરે છે અને અંગ્રેજી પેઢીનો પગાર ખાય છે.”
આજે તો એ અનિશ્ચિત અફવાઓનો ઉકેલ ઈતિહાસે કરી નાખ્યો છે. એ મુસાફરનું ખરું નામ ઉમાચરણ. નિશાળના વિદ્યાર્થીઓ તેને અમીચંદના નામે ઓળખે છે. મૂળ તો એ પંજાબનો વતની હતો. પણ વેપાર-ધંધાને લીધે કલકત્તામાં આવી વસ્યો હતો. કેટલાકોએ તેને જ જગતુશેઠ તરીકે ઓળખાવી જૈન જગતુશેઠમહતાબચંદ અને ફતેહચંદ વગેરેના નિર્મળ જીવન ઉપર મેશ ભૂસી છે. કેટલાકોએ “અમીચંદ”ના મિત્ર “માણેકચંદ"ને જગતુશેઠ માની જૈન જગતુશેઠ વિશે ખોટાં આળ ફેલાવ્યાં છે. આ માણેકચંદ વસ્તુતઃ અલીનગર (કલકત્તા)નો એક ફોજદાર હતો. પાછળથી તે અંગ્રેજોના પક્ષમાં જઈ મળ્યો હતો. એ માણેકચંદ જૂના ગ્રંથોના મહારાજ માણેકચંદ તરીકે પ્રસિદ્ધ થયો છે.
ઉમાચરણ અથવા અમીચંદના સંબંધમાં જે પ્રમાણભૂત હકીકતો મળી આવી છે, તે જોતાં તેને રખડુ કે સામાન્ય વેપારી કહી શકાય નહીં. ફ્રેંચ મુસાફર ઓર્મ કહે છે કે તેનું વિશાળ મકાન એક રાજમહેલની ઉપમાને યોગ્ય હતું. તેની અંદર સેકડો ઓરડાઓ હતા. તેના પુષ્પોદ્યાનમાં ફૂલઝાડ પાર વિનાનાં ઊગતાં અને હથિયારબંધ પ્રહરીઓ તેના મકાનની આસપાસ અહોનિશ પહેરો ભરતા. અંગ્રેજોએ પણ શરૂઆતમાં તેને એક મહારાજા જ માનેલો. આ પ્રમાણે વૈભવ સંપન્ન હોવા છતાં તે અંગ્રેજોના આશ્રયે જઈ રહ્યો. અંગ્રેજોના અભ્યદયમાં પોતાનો અભ્યદય સમાયેલો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org