________________
જગશેઠ
૧૧૦ એમ માનવા લલચાયો. “ધનની અપાર તૃષ્ણા” સિવાય એ વર્તનનો બીજી કોઈ રીતે બચાવ થઈ શકતો નથી.
ઉમાચરણને આવતો જોઈ જગશેઠ સહેજ લેવાયા. અપ્રિય અતિથિને યોગ્ય ઠંડા આવકારના શબ્દો તેમના મોંમાંથી સરી પડ્યા. અમીચંદના સંદેશમાં લોહીઉકાળા વિના બીજું શું હોય, એમ તેમને થયું. પહેલાંની જેમ તે આજે નવાબના માણસોની નજર ન પડે એવી રીતે ચોરી છુપીથી આવ્યો હતો, તેમ તેનું ભયગ્રસ્ત માં કહી આપતું હતું.
ક્લિપેટ્રીક સાહેબે કહેવડાવ્યું છે કે હવે બધો આધાર આપની ઉપર છે. નવાબને સમજાવી શાંત કરવા એ આપના વિના બીજા કોઈથી બની શકે એમ નથી.” અમીચંદે કોઈ પણ જાતની પ્રસ્તાવના વગર, કલકત્તાની કોઠીવાળા અંગ્રેજ અમલદારોનો સંદેશ સંભળાવ્યો.
બે વરસ પહેલાં એમ હતું. ક્લિપેટ્રીક સાહેબને કહેજો કે હવે જગતુશેઠનું તો માત્ર ખોળિયું જ રહ્યું છે, અંદરનો આત્મા ઊડી ગયો છે. ખોજા વાલીદ કે મહારાજા માણેકચંદથી ન બન્યું તે જગતુશેઠથી બનવું અશક્ય છે. સિરાજ આજે ગવાયેલી સિંહણની જેમ છંછેડાયો છે. કલકત્તા અને કાસીમ બજારની વાત દૂર રહી, આવતી કાલે મુર્શિદાબાદ કે મહિમાપુરની શી દશા થશે તે પણ કોણ કહી શકે તેમ છે ? સિરાજને પાકો વહેમ ગયો છે કે અંગ્રેજો, સિરાજના દુશ્મનોને મદદ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અંગ્રેજોની વકીલાત કરવી એ સિરાજનો ક્રોધ વિના કારણે વહોરી લેવા બરોબર છે.” જગતુશેઠે સાફ શબ્દોમાં સંભળાવી દીધું.
અંગ્રેજો સાથે શત્રુતા દાખવી સિરાજ, બંગાળની મસનદ કેટલા દિવસ જાળવી શકશે?” અમીચંદે અંગ્રેજની વકીલાત આદરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org