________________
૧ ૧૧
જગશેઠ
શત્રુતા ? એની શરૂઆત કોણે કરી ? બર્દવાનના મહારાજા તિલોકચંદજીના મહેલને અંગ્રેજ અમલદારે તાળાં લગાડ્યાં અને તિલોકચંદજીએ બર્દવાન પ્રગણામાંથી અંગ્રેજ માત્રને હાંકી કાઢ્યા, ત્યારે અંગ્રેજોના પક્ષમાં ઊભા રહી તિલોકચંદજીને ઠપકો આપનાર કોણ હતું ? એ સિરાજ અંગ્રેજોને દુશ્મન શા સારુ બનાવે ?” મહતાબચંદ શેઠે ઊકળતા અંતરે ઉદ્ગાર કાઢ્યા.
અમીચંદ બિચારો ચિઠ્ઠીનો ચાકર હતો. તેને પોતાના થોડા સ્વાર્થ સિવાય બીજી કંઈ લાંબી ગતાગમ ન હતી. બર્દવાનના મહારાજા તિલોકચંદજીવાળા પ્રકરણે વધતા-ઓછા અંશે બધા જમીનદારો અને વેપારીઓના દિલ ઉપર જુજવી અસર કરી હતી. ખરી રીતે મહારાજા તિલોકચંદજીનો કંઈ જ અપરાધ ન હતો. મહારાજાનો એક સાધારણ નોકર, અંગ્રેજ પેઢી સાથે વેપાર કરતાં ખોટમાં આવી પડ્યો, પેઢીના નોકરોને મુદતસર પૈસા ચૂકવી શક્યો નહીં. આથી અંગ્રેજ પેઢીના અમલદારો આઘોપાછો વિચાર કર્યા વિના મહારાજના મહેલ ઉપર જપતી લઈ ગયા. એ વખતે તિલોકચંદજી બર્દવાનમાં રહેતા હતા, મહેલ ખાલી પડ્યો હતો. પણ મહારાજાને જ્યારે એ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા અને બર્દવાનના પ્રગણામાં જ્યાં જ્યાં અંગ્રેજ પેઢીની દુકાન હોય ત્યાં ત્યાં તાળાં લગાડવાના ફરમાન છોડ્યાં. અંગ્રેજો મુંઝાયા. તેઓ બંગાળના નવાબ સિરાજના શરણે ગયા. સિરાજે અંગ્રેજોનો પક્ષ લીધો. તિલોકચંદજીને ઠપકો આપ્યો અને પેઢીની દુકાનો ખોલાવી. જમીનદારો આનો અર્થ સમજી શક્યા નહીં. તિલોકચંદજી દેખીતી રીતે નિર્દોષ હતા, છતાં અંગ્રેજોનો પક્ષ લઈ સિરાજે મહારાજને શા સારુ ધમકાવ્યા ? જમીનદારોને એ વાત ન રુચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org