________________
જગતશેઠ
૧૧૨
પણ અમીચંદ કંઈ ન્યાય તોળવા નહોતો આવ્યો. એની દૃષ્ટિ આડે દ્રવ્યમોહનાં પડળ ફરી વળ્યાં હતાં. અંગ્રેજ પેઢીનો તે બચાવ કરી શક્યો નહીં. કહ્યું :
‘‘અંગ્રેજો વેપારીઓ છે. એમનું હિત જળવાશે તો આપણા વેપારઉદ્યોગ અધિક પ્રમાણમાં ખીલશે. આ નવાબો અને સૂબાઓનો શો ભરોસો રાખી શકાય ?’' અમીચંદે આખી વાતનો ગૂઢ મર્મ ઉકેલ્યો.
“એ આંક હું નથી ભણ્યો. એક વેપારી બીજા વેપારીનું હિત ચિંતવે એ માત્ર મોઢાની વાતો છે અને વિદેશી વેપારીઓ આ દેશના વેપારીઓનું કલ્યાણ કરે એ તો કસાઈ કૂકડા કે બકરાનું કલ્યાણ ચિંતવે એના જેવું છે. પણ એ તો જોયું જશે, સૌના ભાગ્ય સૌની પાસે છે.’’
જગત્શેઠ મહતાબચંદ આજે ઘણા દિવસે પોતાનું યથાર્થ સ્વરૂપ દર્શાવતા હોય એમ અમીચંદને લાગ્યું. ઉદાસ, ચિંતાતુર અને તટસ્થ જેવા લાગતા જગત્શેઠે અકસ્માત આત્માનો અવાજ સાંભળ્યો હોય અને તેનો જ અનુવાદ કરતા હોય એવી તેની પર છાપ પડી.
અમીચંદ બોલી ઊઠ્યો, ‘‘એ વાત બરાબર છે. પણ હું પ્રતિજ્ઞા ઉપર કહું છું કે અંગ્રેજો આપના પ્રત્યે બહુ જ માન અને શ્રદ્ધાની નજરે જુએ છે, વાતવાતમાં આપનું નામ બોલે છે, આપની ઉપર જ બધું નિર્ભર છે.’
“અમીચંદ ? હું તમને આટલું જ શીખવી રાખું છું કે શબ્દોની ઇન્દ્રજાળનો મોહ મૂકી દેજો. આપણે તો વસ્તુઓના વ્યાપાર કરીએ છીએ, પણ આ ગોરા વેપારીઓ વાક્યોના વેપાર કરી જાણે છે. તમે કહો છો, તેમ જો મારી ઉપર જ આધાર રાખતા હોય તો મારા પગ ઉપર જ પેઢીના અમલદારો કુહાડો ઉગામી રહ્યા છે, એ વાત માની શકશો ?’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org