________________
જગશેઠ
૧૧૩ જગતુશેઠના આ શબ્દો સાંભળી અમીચંદ ચમક્યો. “આપને કોઈએ ખોટી બાતમી આપી છે. અંગ્રેજો આપને પોતાના જ સમજે છે.”
“તમે મને મોંમાં આંગળાં નાખીને બોલાવો છો, તમારા કલકત્તાના ગવર્નર હોલ્ટેલ સાહેબ મુર્શિદાબાદની અમારી ટંકશાળ તોડાવી, તેને બદલે પોતાની ટંકશાળ કલકત્તામાં સ્થાપવા દિલ્હીના શહેનશાહ સાથે સંદેશા ચલાવી રહ્યા છે. એમને એકલો વેપાર નથી વધારવો, નાણાં પણ પોતાનાં જ ચલાવવાં છે. આ તો ઠીક છે કે અમારા પૂર્વજોની પ્રતિષ્ઠા ઉપર આજે નભી રહ્યા છીએ, નહીંતર એમનું ચાલે તો સૌ પહેલાં આપણી જ હરરાજી બોલાવે. દિલ્હીના દરબારમા લાંચ-રૂશ્વત આપવા બે લાખ રૂપિયા તો એ લોકો વેરી ચૂક્યા છે.”
અમીચંદ માટે આ વાત તદન નવી હતી. તે અંગ્રેજ વેપારીઓને દેવદૂત સમજતો. જગડુશેઠના શબ્દો વિશે તે શંકા કરી શક્યો નહીં તેમ બીજી તરફ ગોરા વેપારીઓ વિશે અશ્રદ્ધા પણ લાવી શક્યો નહીં. એક તરફ શ્રદ્ધા અને બીજી બાજુ સ્વાર્થ. અમીચંદની સ્થિતિ ત્રિશંકુ જેવી બની.
“ત્યારે આપ શું અમને કોઈ પ્રકારની સહાય નહીં આપી શકો ?” અમીચંદે છેલ્લો પ્રશ્ન મૂક્યો.
“એક શરતે મારું બધું વજન અંગ્રેજોના છાબડામાં મૂકવા તૈયાર છું.” જગશેઠે કહેવા માંડ્યું, “પહેલાં તો પેરીન નામનો કિલ્લો તોડી નાખવો, બીજું નવાબના દુશ્મનોને કલકત્તા કે કાસીમ બજારમાં આશ્રય ન આપવો અને ત્રીજું એ કે કંપનીના માણસો પરવાનાના નામે પ્રજાને છેતરે છે, ધમકાવે છે એ બંધ કરવું. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org