________________
જગતશેઠ
૧૧૪
શરત કબૂલ હોય તો સિરાજને સમજાવવાનું સાહસ કરું.’’ જગત્શેઠે પોતાનો નિર્ણય સંભળાવ્યો.
‘“પણ સિરાજ કેટલા દિ ટકવાનો હતો ?'' અમીચંદે પાછળ જોયું. સદ્ભાગ્યે તેની વાત સાંભળનાર બીજું કોઈ ન હતું.
‘“એ ખટપટમાં હું પડવા નથી માગતો. બાકી તમે એમ માનતા હો કો સિરાજ ફૂંક ભેગો ઊડી જશે અને એને આ વાતની કંઈ જ ખબર નથી; તો એ તમારી ભૂલ છે. તેના જાસૂસો ઠેકઠેકાણે ફરે છે અને હમણાં હમણાં તો તે એટલો સાવચેત બની ગયો છે કે દારૂ ને ગાનતાનને પણ તિલાંજલી આપી બેઠો છે. તે પોતાની સ્થિતિ બરાબર સમજે છે.'' જગત્શેઠે પરિસ્થિતિનો કંઈક ખ્યાલ આપતાં કહ્યું.
નિરાશ બનેલો અમીચંદ વધુ વાતચીત કરી શક્યો નહીં. પોતાના ગૌરાંગ દેવોને વસ્તુસ્થિતિ સમજાવવા તેજ રાત્રે કલકત્તા રવાના થયો.
પણ બીજા દિવસથી જગત્શેઠની ઉપર રાહુની કરડી નજર પડી. સિરાજને ખટપટની ગંધ આવી. તેણે તત્કાળ જગત્શેઠને દરબારમાં બોલાવ્યા.
સિરાજ આજે સળગતા દાવાનળની વચ્ચે બેઠો હતો. તેને કોઈ અંતરનું સગું ન હતું, તેમ કોઈ મિત્ર પણ ન હતો. અલીવર્દીખાંએ મૃત્યુશય્યા ઉપર સૂતાં જે સલાહ આપી હતી તે હજી તેના કાનમાં ગુંજી રહી હતી. કમનસીબે એ સલાહ પ્રમાણે ચાલવાનો તેને અવકાશ ન મળ્યો. સ્નેહીઓના જુલમ સહવા તે તૈયાર હતો, પણ એ સ્નેહીઓ સિરાજના લોહીના તરસ્યા હશે એમ તેને નહોતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org