________________
જગત્શેઠ
૧૧૫
સમજાયું. તેની માસીનો દિકરો ભાઈ શૌકત પૂર્ણિયામાં રહીને વિપ્લવ જગાવી રહ્યો હતો. સિરાજ એકલે હાથે આ બધા શત્રુઓની સામે શી રીતે થઈ શકે ? આજે તો તેણે નિશ્ચય કર્યો હતો કે “શકદાર માત્રને કાંટાની જેમ ઉખેડીને દૂર કરવા.''
‘છ-છ મહિના થયા, દિલ્હીનો પરવાનો મેળવવાનો તમે કંઈ પ્રયત્ન નથી કર્યો.’' સિરાજને પરવાના વિના કંઈ અટકી રહ્યું ન હતું. પરવાના વિના પણ તે બંગાળનો નવાબ હતો. પરવાનામાં એવી કોઈ ગુપ્ત શક્તિ ન હતી કે સિરાજને દાવાનળમાંથી બચાવી લે; પરંતુ હવે તે મુસદી બનવા માગતો હતો. જગત્શેઠ ઉપર ખુલ્લો આક્ષેપ મૂકવાને બદલે આડકતરી રીતે તેમને અપરાધી ઠરાવવાની અને ન્યાયનું નાટક ભજવવાની યુક્તિ વાપરી.
એ વખતે બીજો આલમગીર દિલ્હીની ગાદીએ હતો. પણ તે વૃદ્ધ અને નબળો હોવાથી મહમહશાહની વિધવા રાજતંત્ર ચલાવતી. યુવાન વજીરો જનાનખાનાની ખટપટનો ભોગ થઈ પડ્યા હતા. પંજાબ અને રોહિલાની રૈયત મરાઠા તેમજ અબ્દાલ્લીના જુલ્મોથી રિબાતી હતી. પાણિપતના યુદ્ધની ભૂમિકા ધીમે ધીમે તૈયાર થતી હતી. આ સ્થિતિમાં બાદશાહને બંગાળની શી પડી હોય ? જગત્શેઠ, સિરાજને શહેનશાહતની છિન્નભિન્ન સ્થિતિ સમજાવી પરવાનાના વિલંબ માટે બચાવ કરવા માગતા હતા, તેમણે કહ્યું, “આજે પરવાના ઉપર સહી કરવા જેટલો સમય શહેનશાહ પાસે નથી. જૂની પ્રણાલિકાઓ તૂટતી જાય છે. બળ અને બુદ્ધિ હોય તો પરવાનો પાણી ભરે !''
સિરાજ એ બધું સમજવા જેટલું ધૈર્ય ખોઈ બેઠો હતો. વસ્તુતઃ સમજવા પણ નહોતો માંગતો. ઘસીટા બેગમ, રાજવલ્લભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org