________________
જગશેઠ
૧૧૬ શૌકતજંગ અને અંગ્રેજોની હિલચાલના ભણકાર તે સાંભળી ચૂક્યો હતો. જગતુશેઠના ખુલાસાથી તેને સંતોષ ન થયો. હજી થોડા દિવસ ઉપર જ શૌકતઅંગે, પૂર્ણિયાથી એક પત્ર લખી સિરાજને કઠોર શબ્દોમાં સૂચવેલું કે -
બાદશાહી સનદ મેળવી હું જ બંગાળ, બિહાર ને ઓરિસાનો નવાબ બનવાનો છું. તું મારો કુટુંબી છે, એટલે તને સાવચેત કરું છું. તારો જીવ લેવાની મને મુદલ ઈચ્છા નથી. પૂર્વબંગાળના કોઈ ગામડામાં શાંતિથી જીવવું હોય તો મારી ના નથી. તને અન્ન તથા કપડાં પૂરા પાડવા હું બંધાઉં છું. બાકી તિજોરીમાંથી એક પાઈ લીધા વિના, આ પત્ર વાંચી નાસી જજે. વખત વીતાવવાનો નથી. આંગણામાં ઘોડો હણહણે છે. પેગડામાં પગ મૂકું એટલી જ વાર છે.”
શૌકતજંગને આવો પત્ર લખવા કોણે પ્રેર્યો અને તેને સનદની આશા કોણે આપી, એ જગડુશેઠ કે મંત્રીમંડળમાંથી કોઈ નક્કી કરી શક્યું નહીં. સિરાજે માની લીધું કે જગતુશેઠની સંમતિ વિના શૌકત એકલો આવું સાહસ ન કરી શકે.
તેણે તત્કાળ આવેશમાં આવી જગતશેઠને ઉદેશી કહ્યું : “હું માનું છું કે તમે ઈરાદાપૂર્વક મારા માટે પરવાનો નથી મેળવ્યો. એ ઉદ્ધતાઈ બદલ હું તમારો ત્રણ કરોડ રૂપિયા દંડ કરું છું.”
મંત્રીઓ અને જમીનદારો દંડનો આંકડો સાંભળતાં જ વજાત જેવા બની ગયા. જગતુશેઠ જેવા પુરુષોને જ્યાં આ રીતે સજા થાય ત્યાં પછી બીજું કોણ સુરક્ષિત રહી શકે ?
જગતુશેઠને દંડની રકમ બંગાળની રૈયત પાસેથી જ મેળવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org