________________
જગશેઠ
૧૧૭ હતી. જમીનદારોનું છેલ્લું ટીપું ચૂસવું પડે તો પણ સિરાજ સંમત હતો; છતાં જગતુશેઠે એ દંડનો પ્રતિકાર કર્યો. “મારો પોતાનો દેહ બચાવવા હું રાંક રૈયતને પીડવા નથી માગતો. મારો અપરાધ લાગતો હોય તો તેને માટે એકલો સજા સહન કરવા તૈયાર છું.”
“દંડ ન ભરવો હોય તો તમે અત્યારથી જ મારા બંદીવાન છો.” જુગારીના છેલ્લા દાવની જેમ સિરાજ તાડુક્યો.
મંત્રીઓ અને જમીનદારોની છેલ્લી આશા ઝાકળના બિંદુની જેમ અદશ્ય થઈ. સિરાજના પક્ષકારો પણ આ વાત સાંભળી કંપ્યા. જગતુશેઠને સજા એ સમસ્ત જમીનદારો અને પ્રતિષ્ઠિત વેપારીઓના નાક કાપવા જેવો ભયંકર પ્રસંગ હતો. હવે કોઈને શંકા ન રહી કે સિરાજ પોતે જ પોતાની કબર ખોદી રહ્યો છે.
મીરજાફર આ વખતે મૌન બેસી રહ્યો હોત તો પલાસીના યુદ્ધની લીલા કદાચ મુર્શિદાબાદમાં જ ભજવાત. તેણે જોયું કે જગડુશેઠ અને જમીનદારો ઉપર ઉપકાર કરવાનો અને એ રીતે પોતાનું મહત્ત્વ સ્થાપવાનો આ લાગ જતો કરવા જેવો નથી. જગશેઠનો કારાવાસ બંગાળની પ્રજાને કેટલો સંક્ષુબ્ધ બનાવશે, તેની કલ્પના તે કરી શક્યો.
જગતુશેઠ જો બંદીખાને પડતા હોય તો મીરજાફર સોગન ખાઈને કહે છે કે બંગાળના નવાબને આ હાથ કે આ શમશેર સ્વપ્નમાં પણ સહાય નહીં કરે.” મીરજાફરે કમરબંધ સહિત સમશેર સિરાજ પાસે ધરી દીધી.
અણધારી દિશામાંથી ઝટકો પડ્યો હોય તેમ સિરાજ ચમક્યો. ફેંકાયેલો પાસો પાછો ખેંચવા તે વિમાસણમાં પડ્યો. પોતે નવાબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org