________________
જગશેઠ
૧૧૮ છે અને નવાબનું ફરમાન વજલેપ જેવું જ રહેવું જોઈએ, એ આંટીનો ઉકેલ કરી શક્યો નહીં. મીરજાફર જેવા એક સગા અને સિપાહસાલારની ખાતર તે જગડુશેઠને જ નહીં, પણ બંદીખાનાના બધા કેદીઓને છોડવા તૈયાર હતો. પણ જો ભરદરબારમાં એમ કરે તો પોતે કેટલો પાછો પડે ?
“સમશેર પાછી લ્યો. જગત્શેઠ મુસલમાન બનતા હોય તો હું તેમના બધા અપરાધો માફ કરી દઉં.” મીરજાફરને મનાવવા સિરાજે ઇસ્લામના ગૌરવની લાલચ આપી.
જગતુશેઠ વગર શરતે છૂટવા જોઈએ. રાજપ્રકરણમાં મઝહબની વાત ન આવવી જોઈએ.” મીરજાફરે સિરાજની યુક્તિ અફળ બનાવી. દરબારીઓ મીરજાફર ઉપર નિઃશબ્દ સ્નેહ અને શ્રદ્ધા સિંચી રહ્યા.
અત્યારે મારું ફરમાન રદ નહીં થાય. પાછળથી જોઈ લેવાશે.” કંટાળીને સિરાજે કહ્યું, તે દિવસનો દરબાર એ રીતે વિસર્જન થયો.
જગશેઠને સિરાજે પોતાના મહેલમાં સુખપૂર્વક રાખ્યા. પણ મુર્શિદાબાદ, મહિમાપુર અને ઢાકામાંથી જે સમાચાર આવ્યા, તેથી સિરાજ નિરાંતે ઊંઘી શક્યો નહીં. જમીનદારો એકી સાથે કદાચ આવતી કાલે જ બળવો પોકારે એમ લાગ્યું.
મધરાતે તેણે મીરજાફરને બોલાવવા માણસ મોકલ્યો. પણ મીરજાફર ન આવ્યો. તેણે કહેવડાવ્યું : “સિરાજનો શો વિશ્વાસ?”
એટલું છતાં સિરાજ ક્રોધથી ગાંડો ન બન્યો. તેને બગડેલી બાજી સુધારવાની હોંશ હતી. “નવાબી”નું મિથ્યાભિમાન મૂકી તે એકલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org