________________
જગત્શેઠ
પાલખીમાં બેસી ‘‘જાફરાગંજ'માં ગયો. જાફરાગંજ મુર્શિદાબાદનો જ એક ભાગ હતો. “હીરાઝીલ”ની જેમ ‘જાફરાગંજ' પણ બંગાળના ઇતિહાસનું એક નામચીન અવશેષ છે. મીરજાફરે અહીં પુષ્કળ પૈસો ખર્ચી પોતાનો મહેલ બનાવ્યો હતો.
મીરજાફરે જાણ્યું કે સિરાજ પોતાને ત્યાં વગર બોલાવ્યો આવ્યો છે, ત્યારે તેને સહેજ આશ્ચર્ય તો થયું. તેને લાગ્યું કે એમાં પણ કંઈક છૂપો ભેદ હશે. છતાં તેણે સિરાજનું યથાવિધ સ્વાગત કર્યું.
૧૧૯
બંને એક દીવાનખાનામાં ગયા. સિરાજ અત્યારે નવાબ નહીં, પણ એક બાળક બનીને પોતાના ફુવા પાસે આવ્યો હતો. તેની પાંપણ આંસુભીની બની. ગળગળા સ્વરે તે કહેવા લાગ્યો :
જાફરઅલી-ખાં, સિરાજ આજે નિરાધાર છે.'' પવિત્ર કુરાનને નામે એક વાર કહી થો કે, “હું તમારો છું, અંગ્રેજો કે અન્ય કોઈનો નહીં થઉં.'' તો તમે કહો તે પ્રમાણે કરવા તૈયાર છું. ઇસ્લામના ગૌરવની ખાતર પણ મનમાંથી મેલ કાઢી નાખો અને મારી પડખે આવી ઊભા રહો.''
એક વખતનો ઉન્મત્ત, વિલાસી, વ્યસની સિરાજ આજે પગ નીચે છૂંદાતા તણખલા કરતાં પણ વધુ નમ્ર બન્યો હતો. મીરજાફર આ કરુણાભર્યું દૃશ્ય ન જોઈ શક્યો. સવારના અને રાતના સિરાજમાં જાણે જુગાંતર વહી ગયા હોય, એમ તેને લાગ્યું.
પણ આંસુનાં બે-ચાર ટીપાંની ખાતર પાક કુરાનના નામે સોગન ખાતાં મીરજાફરનું દિલ બળવાખોર બન્યું. તેને પોતાની નબળાઈ વિશે ભાગ્યે જ કોઈ દિવસ વિચાર આવ્યો હશે. એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org