________________
જગશેઠ
૧૩૯ એક અઠવાડિયું વીત્યું નહીં ત્યાં તો ઘેરીઆના મેદાનમાં મીરકાસીમનું સૈન્ય હાર્યું. એ સમાચાર સાંભળતાં જ મીરકાસીમે, જગશેઠની પ્રથમની સલાહ પ્રમાણે એક જાહેરનામું બહાર પાડ્યું: - “અમને એવી પાકે પાયે ખબર મળી છે કે આ દેશના વેપારીઓનો મોટો ભાગ ભારે ખોટમાં આવી પડ્યો છે. વેપારધંધો નાશ પામતો જાય છે અને લોકો નિરુદ્યોગી તેમજ આળસુ બની બેઠા છે.
એટલા માટે લોકોના ભલાને સારુ બધી જાતના કર, વેરા, જકાત, ચોકીદારીના ઉઘરાણાં બે વરસ સુધી માફ કરવામાં આવે છે.”
અંગ્રેજ વેપારીઓને આ જાહેરનામું તોપના ગોળા કરતાં પણ વધુ ભયંકર લાગ્યું. યુદ્ધમાં રચ્યોપચ્યો રહેનાર મીરકાસીમ પોતે વેપારી નીતિમાં આટલી કુશળતા બતાવે એ તેમને અસંભવિત લાગ્યું. અંગ્રેજ વેપારીઓ પરવાનાના બળે અથવા તો બનાવટી પરવાનાના જોરે વગર જકાતે વેપાર ચલાવી શકતા અને તેથી દેશી વેપારીઓનો તથા કારીગરોનો બેવડો મરો થતો. તેની સામે મીરકાસીમ બમણી ખોટ વેઠીને પણ આ પ્રમાણે પોતાનો બચાવ કરશે, એમ કોઈ અંગ્રેજ વેપારી માની શક્યો નહીં. તેમને આ જાહેરનામામાં જગડુશેઠની બુદ્ધિનો પ્રતાપ હોય એવી ખાતરી થઈ
સ્વાભાવિક રીતે જ ગોરા વેપારીઓ મીરકાસીમના છેલ્લા જાહેરનામાથી ખૂબ ખીજાયા. તેમણે મીરકાસીમને પદભ્રષ્ટ કરવા અને તેમ ન બને તો જગતુશેઠથી છૂટા પાડવાનો નિશ્ચય કર્યો. મીરકાસીમ પણ છેલ્લા પરિણામ માટે તૈયાર થઈ રહ્યો હતો. તે “ઉધૂયાનાલા” ઉપર મોટો આધાર રાખતો અને યુદ્ધનીતિના અનુભવીઓ કહે છે કે એ સ્થાન લડાઈ માટે પસંદ કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org