________________
જગશેઠ
૧૩૮ આપણે કઈ રીતે કાઢી શકીએ ? આપણે પોતે જ જો એ કુટિલ નીતિને અનુસરીએ તો પછી બીજા માણસો તેનું અનુકરણ કેમ ન કરે ? ન છૂટકે યુદ્ધ કરવું પડે એ જુદી વાત. પણ યુદ્ધના વિજય ઉપર બંગાળની સ્વતંત્રતાનો આધાર રાખવો હવે નકામો છે.”
મીરકાસીમને જગતુશેઠની સલાહ માનવાનું મન થયું. છતાં પોતે જ ઉપજાવેલા નવાબીના વહેમી વાતાવરણથી પર જઈ શક્યો નહીં. છૂપા કરારો, છૂપી મંત્રણા, છૂપા પ્રપંચો, છૂપા જાસુસો, એ પ્રમાણે છૂપાપણાને લીધે બધું જ વિષમય બન્યું હતું. જગતુશેઠ છૂપી રીતે અંગ્રેજો સાથે મળી ગયા હોય અને ખોટે રસ્તે દોરતા હોય તો શું થાય ? મીરકાસીમને કમળાના રોગને લીધે જગતુશેઠ પણ પીળા રંગના દેખાતા હોય એવી શંકા ઉપજી.
મને આપની સલાહની વખતોવખત જરૂર પડશે. શાંતિ થતાં સુધી આપ મુંગેરમાં રહો, એવી મારી ઇચ્છા છે.” મીરકાસીમે જગશેઠની કસોટી કરવા દરબારી ભાષામાં દરખાસ્ત મૂકી.
પેઢી મુર્શિદાબાદમાં રહે અને અમે અહીં રહીએ એ કેમ બને?”
“મુર્શિદાબાદ જેવી જ પેઢી અહીં સ્થાપી શકો અને રાજીખુશીથી નહીં રહો તો મારે તમને પરાણે અહીં રોકવા પડશે.” મીરકાસીમે દૃઢતાથી જવાબ આપ્યો.
પરાણે રોકવા"નો અર્થ જગતુશેઠ સમજી ગયા. તે દિવસથી જગતુશેઠ મહતાબચંદ અને સ્વરૂપચંદ મહારાજ, મીરકાસીમના ‘નજરબંદી બન્યા. મોંગીરની સીમમાંથી એક પગલું આઘે ન જાય એ માટે જાસૂસો રોકવામાં આવ્યા. જગશેઠની જરૂરિયાતો ઉપર નવાબ જાતે ધ્યાન આપવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org