________________
જગશેઠ
૧૩૭ લેવું પડશે. બહુ બહુ તો ગોરા વેપારીઓને વગર જકાતે વેપાર કરવાની છૂટ મળશે; પણ ધીમે ધીમે નવાબ, આ દેશના વેપારીઓને એવા હક્ક આપવા સ્વતંત્ર છે. અંગ્રેજો તેની સામે વાંધો લઈ શકે નહીં અને એક વખતે રોગ પરખાયો એટલે તેના ઉપચાર પણ મળી આવશે.” જગશેઠે વણિકની વાણિજ્યનીતિ સમજાવવા માંડી.
ઘેરીઆમાં વાંદલી નાલા પાસે આપણું સૈન્ય પડ્યું છે. એક જમાદાર ઘવાયાના ખબર મળ્યા છે. મારી મુખ્ય આશા એની ઉપર હતી. ત્યાં પણ જો ન ફાવીએ તો છેલ્લી ઉધૂયાનાલાની એક લડાઈ લડી લેવી અને તે દરમિયાન આપે કહ્યું તેમ અત્યારથી જ વગર પરવાને બધા વેપારીઓને વેપાર ચલાવવાની છૂટ આપવી, એમ બંને બાજુથી દુશ્મનને હંફાવવો.” મીરકાસીમ એકીસાથે બધા ઈલાજ અજમાવવા ઉતાવળો થયો.
લડાઈની વાતમાં મારો અભિપ્રાય નકામો ગણાય. એનો અર્થ એ નથી કે યુદ્ધમાં હું અશ્રદ્ધા ધરાવું છું. એમ હોત તો મેં મારા બે હજાર સૈનિકોને ક્યારના યે છૂટા કરી દીધા હોત. પણ હકીકત એવી છે કે આજે કોની ઉપર વિશ્વાસ મૂકવો એ જ નથી સૂઝતું. સેનાપતિ કે ફોજદાર, અણીને વખતે ફરી બેસે તો લાભને બદલે હજારગણી વધુ હાનિ વહોરવી પડે ! છેલ્લાં વીસ વરસમાં એવું એક પણ યુદ્ધ બતાવશો કે જેમાં અંગ્રેજી સૈન્ય, આપણા માણસોને ફોડ્યા વિના, કેવળ બાહુબળથી વિજય વર્તાવ્યો હોય?” જગડુશેઠે ક્રમે ક્રમે એક એક વિષય ચર્ચવા માંડ્યો. કઠોર સત્ય સંભળાવવાનો પ્રસંગ પાસે આવ્યો હોય તેમ તેમણે વિશેષમાં કહ્યું
પણ એમાં એ બિચારા સેનાપતિઓ કે ફોજદારોનો વાંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org