________________
જગત્શેઠ
૧૩૬
‘અંગ્રેજ વેપારીઓ સાથે મળી જનાર અને ઉપરથી તટસ્થપણાનો દેખાવ કરનાર, બંગાળનો હિતચિંતક હોઈ શકે એમ જ કહેવા માગો છો, ખરું ને ?' મીરકાસીમે નવાબી નીતિનું પ્રદર્શન કર્યું.
જગત્શેઠને યુદ્ધનું આ સ્પષ્ટ આહ્વાન ગમ્યું. મીરકાસીમ માત્ર વહેમને વશ બની, પોતાના જ પગ ઉપર કુહાડો મારી રહ્યો છે, એ હકીકત સૌ કોઈ જાણતું હતું. પણ નવાબના ખોફના ભયથી કોઈ સ્પષ્ટ વાત કહેવાની હિંમત કરી શકતું નહીં. જગત્શેઠ એ સાહસ ખેડવા તૈયાર થયા.
“આજે અંગ્રેજો આપને દુશ્મન જેવા દેખાય છે. એમની સાથે નામનો પણ સંબંધ ધરાવનારને આપ દંડો છો, પણ એ રીતે આપ અનિષ્ટને આગળ વધતું નહીં અટકાવી શકો. એ લોકો વેપારી છે. આપણે જ એમને લાંચ-રૂશ્વત ને લાલચ આપી કર્તાહર્તા બનાવ્યા છે. આપણા અંદર-અંદરના વિરોધે જ તેમને બળવાન બનાવ્યા છે. જો એમને આપણે વેપારી જ રાખી શક્યા હોત અથવા હજીપણ વેપારી રાખી શકીએ તો એમની સાથેના સંબંધથી આપણને કોઈ જાતનો ભય ન રહે. ત્રણ પેઢીની ભૂલ હજી પણ સુધરી શકે.'' જગત્શેઠના શબ્દે શબ્દને પી જતો હોય એટલી આતુરતાથી મીરકાસીમ સાંભળી રહ્યો.
‘‘શાહજાદાની નવી આફત આવી ન હોત તો ગમે તે રસ્તે નિકાલ કરી લેત.'' મીરકાસીમ નિરાશભાવે બોલ્યો.
‘શાહજાદો બે દિવસ પછી ચાલ્યો જશે. અંગ્રેજ વેપારીઓને એ ગમે તેવા હક્ક આપે, પણ એમને નવાબોની સાથે જ કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org