________________
જગશેઠ
૧૩૫ “બંગાળનો સ્વામી, અધિકારની મર્યાદા બાંધે એ ન શોભે. પણ મેં તો નિશ્ચય જ કર્યો હતો કે આસમાનમાંથી અંગારા વરસે તોયે શિખરજીની યાત્રા તો કરવી જ. જિંદગીનો શો ભરોસો? યથાશક્તિ દાનપુણ્ય કે તીર્થયાત્રા કર્યા હોય તો પરમાધામીનો ભય ઓછો.” શાંતિથી જગતુશેઠ મહતાબચંદે ઉત્તર આપ્યો.
“એ વાત નથી માનતો. બંગ-જનનીને દુશ્મનોની દયા ઉપર છોડીને તીર્થ કરવા નીકળવું અને પરલોકને સુધારવાનું અભિમાન લેવું એ વાત હજી મારે ગળે ઊતરતી નથી. તીર્થના રક્ષણ માટે જો તમે કોઈ દુશ્મન સામે દોડી ગયા હોત તો હું તેની મોટી કિંમત આંકત.” મીરકાસીમે પોતાના વિષયને યોગ્ય ભૂમિકા તૈયાર કરવા માંડી.
જગશેઠ મીરકાસીમને મદદ કરવાના ખરા અવસરે ખસી ગયા અને તીર્થયાત્રાના અવસરમાં જ બંગાળનું રાજતંત્ર ગુંચવાયું, એમ તે સૂચવવા માગતો હતો. વસ્તુત: બંગાળના વ્યાપાર તથા રાજતંત્રની સ્થિતિ જગડુશેઠ બરાબર સમજતા હતા. તેઓ સેવાથી કંટાળીને નહીં પણ પ્રપંચોમાં ભાગીદાર બનવાની અનિચ્છાથી યાત્રાએ ગયા હતા. મીરકાસીમને એ વાત શી રીતે સમજાવવી?
કેટલાક પ્રસંગો એવા પણ આવે કે જે વખતે અપવાદને માથાનો મુગટ માની લેવો પડે. એવા પણ અવસર સંભવે કે જે વખતે મન ઉપર સંયમ રાખી શાંત બેસી રહેનાર, રાજ્યની ભારે ભક્તિ કરી રહ્યો હોય. ક્યારે કઈ નીતિ સ્વીકારવી એ વિશે સૌ સ્વતંત્ર હોય છે.” જગતુશેઠે મીરકાસીમની વાતને તોડ્યા વિના, સીધી રીતે પોતાની નીતિનું પ્રતિપાદન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org