________________
જગશેઠ
૧૩૪ અંગ્રેજોની સાથે લડાઈમાં ગુંથાયેલો નવાબ આવા હુકમ છોડે તેનો અર્થ જગતુશેઠ અને બીજાઓ પણ સમજી ગયા. ફોજદાર તકી-ખાંએ પૂરેપૂરા સન્માન સાથે મહતાબચંદ અને સ્વરૂપચંદને “મોતીઝીલ"માં આમંત્ર્યા અને ત્યાંથી સીધા માંગીર મોકલી દીધા. જગશેઠ અને મહારાજ સ્વરૂપચંદ પણ રાજવલ્લભ અને કૃષ્ણચંદ્રની જ દશાને પામશે, એવી લોકવાયકા ચાલી.
ઘણા મહિના પછી જગશેઠે મીરકાસીમને આ બીજી વાર જોયો. સતત પ્રવૃત્તિ અને ઉદ્વેગને લીધે તેનું પ્રથમનું સ્વાથ્ય તે ખોઈ બેઠો હતો. છતાં તેની દૃષ્ટિમાં કંઈ ઓર ચમક તેઓ જોઈ શક્યા. નવાબીના વૈભવની જડતા લોપ પામી હતી, તેને સ્થાને કર્મધીરનું ચૈતન્ય તેનામાં અભિષેકાયું હતું. જગશેઠને થયું કે બંગાળના નવાબોમાં જો કોઈને વ્યક્તિત્વ હોય તો આ મીરકાસીમ માટે જ નિર્ણાયું હતું. આ જ માણસ કદાચ મુસ્લિમ સત્તાને મરતી બચાવી શકે. વિનય અને વિવેકમાં પણ તે પહેલા કરતાં કંઈક અધિક કેળવાયો હતો.
જગતુશેઠને કાસીમે માનપૂર્વક આસન ઉપર બેસાડ્યા. સિરાજ કે મીરજાફર હોય તો પહેલી વાત પૈસાની જ કાઢે. પણ કાસીમ એવી ભૂલ કરે એવો માણસ ન હતો. થોડા અનુભવે તેને રાજનીતિ અને રાજરીતનો કક્કો શીખવી દીધો હતો. - “આપને જાત્રાએ જતાં રોકવાનો મને કંઈ જ અધિકાર ન હતો. આપે મારી ભૂલ સુધારી લીધી, એ બહુ ઠીક કર્યું.” મીરકાસીમે, મુરબ્બીની પાસે માફી માગતો હોય એવો દેખાવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org