________________
જગશેઠ
૧૩૩ એ વખતે તો મીરકાસીમ ગમ ખાઈ ગયો, પણ ડંખ ન ભૂલ્યો. એ જ વખતે દુર્ભાગ્યે બમણું બળ કર્યું. એક તો અંગ્રેજી પેઢીના સ્વચ્છેદથી તે ગુંગળાતો હતો. એટલામાં શાહજાદો શાહઆલમ નિરાધારની જેમ રઝળતો રઝળતો બંગાળમાં આવ્યો અને અંગ્રેજોના શરણે ગયો. મીરકાસીમે માન્યું કે શાહજાદો બંગાલ, બિહાર અને ઓરીસા અંગ્રેજ પેઢીના ચરણમાં ધરી દે અને અંગ્રેજોની મદદથી દિલ્હીની ગુમાવેલી ગાદી મેળવે તો પોતાને માટે ક્યાંય સ્થાન ન રહે. બંગાળની દીવાની જો શાહજાદો પોતે અંગ્રેજોને સોપે તો પછી મીરકાસીમને તો ભીખ જ માગવી પડે. તેણે અંગ્રેજોની સામે હવે ખુલ્લા દુશ્મનાવટ બતાવવા માંડી. જે કોઈ વેપારી, અધિકારી કે જમીનદાર સીધી યા આડકતરી રીતે અંગ્રેજોને મદદ કરતો હોય તેની ઉપર તેણે રાજદંડ ઉગામવાનો નિશ્ચય કર્યો.
પોતાના અને પરાયાનો ભેદ તે ભૂલી ગયો. ભીડને વખતે આડા ધરી શકાય એવા માણસોને તેણે એક માત્ર સંદેહને વશ થઈ બંદીખાને નાખવા માંડ્યા. રાજવલ્લભ અને કૃષ્ણચંદ્ર જેવા પુરુષો બંદીવાન બન્યા. અંગ્રેજો સાથે લડતાં, કટવાના મેદાનમાં મીરકાસીમ હાર્યો. ઘેરીયાના મેદાનમાં પણ વિજય મળે એવાં કંઈ ચિહ્ન ન હતાં. મુર્શિદાબાદ અંગ્રેજો સર કરી બેઠા હતા. મીરકાસીમ માંગીરમાં પડાવ નાખી પડ્યો હતો.
મીરકાસીમે, વીરભોમના ફોજદાર મહંમદ તકીખને હુકમ કર્યો: “જગતુશેઠ મહતાબચંદ અને મહારાજ સ્વરૂપચંદને તાકીદે માંગીરમાં હાજર કરો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org