________________
૧૩૨
જગશેઠ * બાજુએ મૂકી જાતે વહીવટ સંભાળવા લાગ્યો. દેશી સિપાઈઓને અંગ્રેજ અને ફ્રેંચ સૈન્યની પદ્ધતિએ કેળવવાનું શરૂ કર્યું. અઠવાડિયામાં બે દિવસ દરબારમાં બેસી જાય ચૂકવવા લાગ્યો. અંગ્રેજ વેપારીઓ સાથે સાવચેતીથી કામ લેવામાં ન આવે તો દિવસ જતાં તેઓ બંગાળના સ્વામી બની બેસી જાય, એ વિશે તેને કોઈ જાતની શંકા ન પડી.
મીરકાસીમની આ બધી તૈયારીઓ જોતાં, તેને જે નિષ્ફળતા મળી એમાં વિધિનો જ છુપો હાથ હોય એમ લાગે છે અથવા તો બાદશાહી રાજતંત્રમાં જ તેના વિનાશના સૂક્ષ્મ અણુ ભર્યા હોય એવું અનુમાન કાઢી શકાય. છતાં વિપાકની વેળાને પાછી વાળવા મીરકાસીમ પોતાની બધી શક્તિ, બુદ્ધિ અને વીરતા વાપરવા તૈયાર થયો. તેનો થનથનાટ જોતાં એમ થાય કે “કમનસીબ કાસીમ! તું દસ વરસ વહેલો જભ્યો હોત તો કદાચ મુસ્લીમ મહારાજય સ્થાપવાના તારાં સ્વપ્ન સિદ્ધ કરી શક્યો હોત !”
યુગ પલટાતો હતો. કાસીમે એ કાળચક્રને પાછું ઠેલવા તપ આદર્યું. પણ શહેનશાહતનાં જૂનાં પાપ પોકારી રહ્યાં હતાં. એ પાપને લીધે જ તે સીધો રાહ ભૂલ્યો.
જગતુશેઠને યાત્રાએ જતાં અટકાવવાનું તેણે ફરમાન છોડ્યું. પરંતુ જગતુશેઠે તેનો અનાદર કર્યો. તેઓ સમજતા હતા કે બંગાળનો નવાબ પૈસા સંબંધી મોટી મુશ્કેલીમાં આવી પડ્યો છે. વેપાર અને મહેસૂલ જે રાજ્યમાં બરબાદ થઈ રહ્યા હોય, ત્યાં જશેઠ પણ નવાબને કંઈ સહાય આપી શકે એમ ન હતું. તેમણે પોતાની સેનાના બળે મીરકાસીમની સામે થઈને પણ યાત્રા પૂરી કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org