________________
જગશેઠ
૧૩૧
સાસરાના જ પગલે ચાલ્યો. તેણે વેન્સીટાર્ટને અઠ્ઠાવન હજાર, હોલ્વેલને ત્રીસ હજાર, સુમેરને અઠાવીશ હજાર અને બાકીના સાત મેમ્બરોમાં કોઈને પંદર હજાર, કોઈને વીસ અને કોઈને પાંચ હજાર અશરફીઓ આપવાનું કબૂલી બંગાળનો તાજ ખરીદ્યો.
એ વખતની મીરજાફરની મનોદશા ચિત્રપટમાં આ રીતે ઉતારી શકાય. પલાસીના મેદાનમાં સિપાહસાલાર મીરજાફર ઊભો છે, તેના કદમમાં માથું ઝુકાવી સિરાજ આંસુ વહાવી રહ્યો છે. મીરજાફર ધર્મ અને ઈશ્વરના નામે તેનું સિંહાસન બચાવવા પ્રતિજ્ઞા કરે છે.
તરત જ બીજું ચિત્ર ખડું થાય છે. પથ્થરની પ્રતિમા જેવો મીરજાફર સ્થિર ઊભો છે. અંગ્રેજો તરફથી તોપના ગોળા વરસે છે. મીરજાફરનું રૂંવાડું પણ નથી ફરકતું. મુર્શિદાબાદની રાજલક્ષ્મી કોઈ માયાવિની ડાકણની જેમ તેને મોહમુગ્ધ બનાવી રહી છે.
જે ઉપાયે, જે કિંમતે, જે દુકાનમાં તેણે સિરાજને વેચ્યો એ જ ઉપાય, એ જ કિંમતે, એ જ દુકાનમાં જાણે પોતે પોતાના જ જમાઈના હાથે વેચાતો હોય, હૃદય ચીરાતું હોય અને ધીમે ધીમે પડતો સરતો હોય એ એનું છેલ્લું દૃશ્ય !
મીરકાસીમ યુવાન હતો. તેણે બંગાળની ગાદી ઉપર આવતાં જ જોઈ લીધું કે ખજાનો ખાલી થઈ ગયો છે, સિપાઈઓ બળવો જગાવવાની ઘડી-પળ ગણી રહ્યા છે. અંગ્રેજ વેપારીઓ પરવાનાના નામે દેશી વેપારીઓને દબાવી રહ્યા છે.
મીરકાસીમે મજબૂત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યો. અંગત ખર્ચ ઓછા કરી, સિપાઈઓને સંતોષ્યા. આરામ અને વિલાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org