________________
જગશેઠ
૧૩૦ કોને માટે કર્યું? કુટિલ નીતિને અવલંબી આ રાજયનું રક્ષણ કર્યું તે કોને માટે ? મેં કેટલી દુર્ગતિ વહોરી ?”
સિરાજ, હુસેનકુલી-ખાનું ખૂન કરીને સુખી થઈ શક્યો નહીં. મહંમદી બેગ જ્યારે તેનો વધ કરવા તલવાર લઈ સામે આવ્યો ત્યારે સિરાજને સૌ પહેલાં હુસેનકુલી યાદ આવ્યો ને બોલી ઊઠ્યોઃ
હુસેનકુલી! મેં જ તને મારી નાખ્યો છે. તેના પ્રાયશ્ચિત્ત તરીકે આ જીવન ભલે અર્થેથી જ સંકેલાય!” લોહીથી ખરડાયેલા શરીરે જ્યારે તે તરફડતો હતો, ત્યારે પણ તેના મોંમાં એ જ શબ્દો હતા
બસ! બસ! હુસેનકુલી! તારો આત્મા હવે જરૂર સંતોષાશે!
મીરજાફરના પાપનું વિષવૃક્ષ પણ તરત જ ફળ્યું ! બંગાળની મસનદ ઉપર બેસતાં જ તેનો હાલો પુત્ર-મીરાણ કડકડતી વીજળી પડવાથી ઓચિંતો મૃત્યુ પામ્યો ! વૃદ્ધ મીરજાફરનો દેહ અપંગ બન્યો! ભૂતાવળની જેમ લેણદારો રાતદિવસ તેની સામે તાંડવનૃત્ય ખેલી રહ્યા.
મીરજાફરનો જમાઈ મીરકાસીમ, મીરજાફરને પદભ્રષ્ટ કરવા કટિબદ્ધ થયો. અપંગ મીરજાફર અણચિંતવી આપત્તિઓને લીધે અકળાતો હતો. અંગ્રેજોને મુદતસર હપ્તા ભરી શક્યો નહીં. ઉપરાઉપરી ઉઘરાણીઓ થવા લાગી. અંગ્રેજના નિરંકુશ વેપારને લીધે જકાત આવતી બંધ પડી. ઢાકાના મહેસૂલમાંથી રાતી પાઈ ન મળી. મહિનાઓ સુધી પગાર ન મળવાથી સિપાઈઓ બળવો કરવા તૈયાર થઈ રહ્યા. જગતુશેઠ જાત્રાએ ગયા હતા. મૂર્ખ મીરજાફર, જમાઈ ઉપર આધાર રાખી બેસી રહ્યો. એ જમાઈ આખરે 1. Enough ! Enough ! Hussin Cooly ? Thou are revenged !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org