________________
૧૨૯
OLEPIC!
૧૭
જગડુશેઠ અથવા તેમનું કુટુંબ હોલ્વલ સાહેબના શાપે, શૈતાનના પંજામાં સપડાય ત્યારે ખરું, પણ મીરજાફર તો શૈતાનની સેના વડે ચોતરફથી ઘેરાયો હતો, એ વાત પ્રત્યેક ઇતિહાસલેખકે સમસ્વરે સ્વીકારી છે. જગતુશેઠ યાત્રાએ ગયા અને મીરજાફરે પૂરા અઢી વરસ પણ ભાગ્યે જ નવાબી ભોગવી હશે, એટલામાં તો બંગાળની મસનદ ઉપરથી નીચે ગબડી પડ્યો.
ઇતિહાસની એ કાજળઘેરી અમાવસ્યા હતી. નાની શી સૂબેદારી, વજીરી, દીવાની, જમીનદારી કે નવાબી માટે વિશ્વાસઘાત કરવો, સગાં-સ્નેહીઓનાં લોહી રેડવાં કે નિર્દોષોને રીબાવવા એ એક સામાન્ય વાત હતી. નીતિનાં સૂત્રો અને ઉપદેશો પાનામાં જ સમાયાં હતાં. કુદરતનો કોરડો પણ એટલા જ જોરથી ફરતો. કર્મોના વિપાકની એ ભયંકર ઋતુ હતી.
અલીવર્દી-ખાં ભાસ્કર પંડિત સાથે દગો રચ્યો અને મરતાં મરતાં પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય તેમ રાતા પાણીએ રોયો ! સિરાજને સંબોધી તેણે આખરે કહેલું – અરેરે ! મેં આ બધું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org