________________
જગશેઠ
૧૨૮ એ વખતે કલકત્તામાં હોલ્વલ નામનો પેઢીનો મુખ્ય મહેતો હતો. તેણે જગતુશેઠ પાસેથી રૂપિયા માગ્યા. જગતુશેઠ કંપનીનાં કારસ્થાનો સારી રીતે સમજતા. તેમણે હોલ્વેલને ચોખ્ખી ના પરખાવી. આથી હેલ્વેલ સાહેબનો મિજાજ ગયો. ગુસ્સામાં ને ગુસ્સામાં જ તે બોલી ઊઠ્યો :
ભવિષ્યમાં જગશેઠના વંશનું સત્યાનાશ ન વાળું તો હું હોલ્વલ નહીં !” શંખણીના શાપની જગતુશેઠ જેવા સજ્જને પરવા ન કરી. હોલ્વલ વધુ ઉશ્કેરાયો. તેણે મુર્શિદાબાદમાં વોરન હેસ્ટિંગ્સને તા. ૭મી મે, ૧૭૬૦ના રોજ એક પત્ર લખ્યો :
"A time may come when they stand in need of the Company's protection, in which case they may be assured, they shall be left to satan to be buffeted."
જે અંગ્રેજ અમલદારો પ્રારંભમાં જગતુશેઠની સલાહ વિના એક ડગલું પણ ભરવાની ના કહેતા તે જ અમલદારો, અધિકાર અને પ્રતાપની પળોમાં કેટલા મદોન્મત્ત બની શકે છે, તે આટલા ઉપરથી જ જગશેઠે આબાદ જોઈ લીધું.
આ પ્રકારની માણસના મનને મુંઝવી નાખનારી અનેકવિધ ઉપાધિઓમાંથી છૂટવા જગશેઠ મહતાબચંદે તીર્થયાત્રાનો નિર્દોષ અને પવિત્ર માર્ગ પકડ્યો. મોટા સમારોહ સાથે તેઓ શ્રી સમેતશિખર તરફ ચાલી નીકળ્યા. એમના સીધા આધિપત્ય નીચેનું બે હજાર સિપાઈઓનું સૈન્ય પણ તેમણે સાથે લીધું.
: : ૧. “એવો પણ વખત આવશે કે જ્યારે જગશેઠને કંપનીનો આશ્રય લેવો પડશે. તે વખતે તેમને શયતાનના હાથમાં સપડાવું પડશે, અને ભારે પીડા ભોગવવી પડશે.” (જે.એલ. હોલ્વેલનો વોર્ન હેસ્ટીંગ્સ ઉપરનો પત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org