________________
જગશેઠ
૧૨૭ તાબામાં ગયા છો, કંપની તમારી સામે ગમે તે રીતે વર્તે તો પણ તમારે જરા પણ બબડવું નહીં. અમારી ખુદની એ જાતની આજ્ઞા છે.”
| બિચારો મીરજાફર શું સમજે કે પોતાની રાંક રૈયતને વિદેશી વેપારીઓના હાથમાં વેચવા જતાં તે પોતે જ પોતાની હરરાજી બોલાવી રહ્યો હતો.
તે પછી તરત જ તેણે બીજો દાવ ફેંક્યો અને અંગ્રેજો લાખો રૂપિયા વેરવા પછી પણ જે હક્ક મેળવી શક્યા ન હતા, તે તેમને મીરજાફર પાસેથી સહેજે મળી ગયા. બંગાળના આ નામના નવાબે લખી આપ્યું -
કલકત્તામાં એક ટંકશાળ ખોલવાની અને ત્યાં સોના-રૂપાના સિક્કા ઢાળવાની આથી અંગ્રેજ કંપનીને પરવાનગી આપવામાં આવે છે. અંગ્રેજ કંપની મુર્શિદાબાદની ટંકશાળના જેવા જ માપ અને વજનના સિક્કા “કલકત્તા”ની છાપવાળા હવેથી પાડી શકશે. બંગાળી, બિહાર અને ઓરીસામાં તેનું ચલણ રહેશે. ખજાનામાં પણ તેનું ભરણું થઈ શકશે. અંગ્રેજ પેઢીના સિક્કા બદલ જો કોઈ કસર અથવા વટાવ લેશે તો તે સજાને પાત્ર થશે.”
આ ઘા જગતુશેઠની પેઢી ઉપર પડ્યો. તે દિવસથી જગશેઠનો વૈભવસૂર્ય અસ્તાચળ તરફ ઢળ્યો. મીરજાફરની મૂર્ખતાએ બંગાળના બીજા અસંખ્ય વેપારો એ જ રીતે બરબાદ કર્યા. અંગ્રેજ વેપારીઓએ કુલમુખત્યારી મેળવી, નાની નાની ચીજોના વેપાર પણ એકહથ્થુ કરવા મંડી ગયા. મૂળ પાયામાં જ કુટિલ નીતિ ધરબી હોય ત્યાં બીજી આશા શી રીતે રાખી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org