________________
જગશેઠ
૧૨૬ મીરજાફરના ક્લાઈવ સાથેનાં છુપા કારનામાં પણ એ જ સમયે ખુલ્લાં થયાં. જગતુશેઠને ત્યાં જ બંગાળનો દ્રવ્યભંડાર ધોળે દિવસે લૂંટાયો. ક્લાઈવે પોતાનો વીસ લાખનો ફાળો જુદો તારવી કાઢ્યો. એ જ પ્રમાણે વૉટ્સ, ક્લિપેટ્રીક, મેનીંગહામ, બિચર, વૉલ્સ, સ્ટ્રેટન, ગ્રાંટ તથા કાઉન્સીલના બીજા છ મેમ્બરોએ મળી એકંદરે છ કરોડની લૂંટ વહેંચી લીધી. અભાગી અમીચંદ એમાંથી એક પાઈ પણ ન મેળવી શક્યો. અંતે તે ગાંડો થઈને મૂવો. એ રીતે છૂપા કરારો, ભીષણ દ્રવ્યલાલસા અને ખોટા દસ્તાવેજો ઉપર અંગ્રેજી સલ્તનતનો મૂળ પાયો પડ્યો.
મુર્શિદાબાદનો રાજભંડાર તળિયાઝાટક - સાફ થયો; પણ અંગ્રેજ વેપારીઓની સુધા ન શમી. મીરજાફરે માનેલું કે થોડા ઈધણ નાખવાથી એ આગ ઓલવાઈ જશે, પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ એ આગ વધુ ને વધુ ઉગ્ર રૂપ ધરી રહી. જગડુશેઠ પાસે નાણાંની ઉપરાઉપરી માગણીઓ થવા લાગી; પરંતુ જગતુશેઠ કંઈ કુબેરભંડારી ન હતા. વહીવટની અવ્યવસ્થાને લીધે હવે પૂરું મહેસૂલ પણ વસૂલ થઈ શકતું નહીં. બીજી તરફ નિયમિત પગાર નહીં મળવાથી રાજ્યના નોકરો અને સિપાઈઓ પણ ધૂંધવાઈ રહ્યા હતા. - મીરજાફર હાર્યો જુગારીની જેમ આંખો મીંચીને દાવ ફેંકી રહ્યો. ક્લાઈવ વગેરે ગોરા અધિકારીઓને તૃપ્ત કરવા તેણે જાગીરો, પ્રગણા અને હક્કપત્રોના પરવાના ઉપર સહીઓ મૂકવા માંડી. એક પરવાનામાં તો તેણે એટલે સુધી જાહેર કરી દીધું કે
“આ પરથી હુગલી વિભાગના જમીનદારો, ચોધરીઓ અને બીજા બધાને જણાવવામાં આવે છે કે તમે હવે અંગ્રેજ કંપનીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org