________________
જગશેઠ
૧૪૦
મીરકાસીમે ભારે કુશળતા બતાવી હતી. પલાસીની જેમ આ ‘ઉદ્યાનાલા” પણ બંગાળના ઈતિહાસમાં અમર બન્યું છે. હિંદુસ્તાનના ભાગ્યપલટાનાં થોડાં યુદ્ધક્ષેત્રોમાં આ “ઉધૂયાનાલા” એક અગ્રસ્થાન રોકે છે. અંગ્રેજ સેનાપતિ મેજર એડમ્સના પાંચ હજાર સિપાઈઓએ, નવાબ મીરકાસીમના ચાલીસ હજાર સિપાઈઓને શી રીતે હરાવ્યા, એ જેમ એક આશ્ચર્યકથા છે, તે જ પ્રમાણે એક શરમકથા છે.
ચોવીસ કરતાં પણ વધુ દિવસો નીકળી ગયા. અંગ્રેજ સૈન્ય પોતાની પ્રચંડ તોપો વતી કિલ્લાની એકેક કાંકરી ખોરવી શક્યું નહીં. અંગ્રેજોનો ઉત્સાહ નરમ પડતો હતો. બીજી તરફ નવાબી સૈન્ય નાચ-રંગમાં મશગૂલ બન્યું હતું.
આખરે એક જાણભેદુ ફૂટ્યો. મીરકાસીમના સૈન્યમાંથી છાનોમાનો નીકળી અંગ્રેજો ભેગો મળી ગયો. તેણે કહ્યું : કિલ્લાની આસપાસનું કાદવનું સરોવર બધે સ્થળે સરખું ઊંડું નથી. એક ઠેકાણેથી આબાદ ઓળંગી શકાય એમ છે.” ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અંગ્રેજ સેના કાદવ ખૂંદી, કિલ્લા પાસે પહોંચી અને નવાબના પહેરગીરોને મારી, પાણીના પૂરની જેમ કિલ્લામાં પેઠી ! નવાબસેના નશામાંથી જાગી અને જોયું તો એકેએક સિપાઈ કાળની ચક્કીમાં પીસાઈ રહ્યો હતો.
મીરકાસીમની છેલ્લી આશા પણ પરપોટાની જેમ ફૂટી ગઈ! એક જણનો વિશ્વાસઘાત એટલે બંગાળની મુસ્લીમ રાજસત્તાનો સંહાર. ત્રિપુરારિની જેમ તેને ત્રીજું લોચન હોત તો તે અત્યારે સારી સૃષ્ટિમાં પ્રલયની આગ વરસાવત ! તેને માણસ માત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org