________________
જગશેઠ
૧૪૧
ખુદાઈ નૂરને બદલે શયતાનિયતનો જ વાસ હોય એમ લાગ્યું. જગડુશેઠનાં ઉપદેશવાક્યો તેને યાદ આવ્યાં : “આ કાળમાં વિશ્વાસ મૂકવાના અને લડાઈઓ લડવાના દિવસો વીતી ગયા છે.”
તેને બીજો તર્ક ફુર્યો : “જગતુશેઠ આટલા નિશ્ચયથી લડાઈનું પરિણામ જોઈ શક્યા, એમાં કંઈ છુપો ભેદ નહીં હોય ?”
એ જ સંકલના લંબાતી ચાલી :
જો એમ ન હોય તો કલકત્તાનો ગવર્નર વેન્સીટાર્ટ, જગતુશેઠને માંગીરમાંથી છોડાવવા આટલું બધું દબાણ શા માટે કરી રહ્યો હશે ?”
પણ મોંગીરમાં આવ્યા પછી જગડુશેઠનું જે વર્તન મીરકાસીમે જોયું, તે ઉપરથી તેને જરા પણ શક ન રહ્યો કે “જગતુશેઠ કોઈના પક્ષમાં નથી. જોનારની આંખમાં જે રંગ હોય તે જ રંગ જગતુશેઠમાં દેખાય, એવી તેમનામાં કંઈક વિશેષતા છે.”
“ઉદ્યાનાલાની હાર પછી મીરકાસીમ દુનિયામાં માં બતાવી શકે એમ ન રહ્યું. તેણે એકદમ પટણા ઉપર થાપો મારવાનો નિશ્ચય કર્યો અને બને તેટલા અંગ્રેજ સૈનિકોનાં લોહીથી વેરની તૃષા છીપાવી, અસહ્ય થઈ પડેલી જિંદગીનો અંત આણવો એવો નિશ્ચય કર્યો.
પણ જગડુશેઠનું શું કરવું ? મુર્શિદાબાદ પાછા મોકલવા ? અંગ્રેજોને સોંપવા ? પટણાના તોફાનમાં સાથે લેવા કે બંગાળની નવાબી પાછળ બીજાની જેમ એમનું યે બલિદાન દઈ દેવું ?
અંધારી નિર્જન અટવીમાં મીરકાસીમ ભૂલો પડ્યો હોય એવી મનોદશા અનુભવી રહ્યો. વેર, વહેમ, મહત્ત્વાકાંક્ષા, વિશ્વાસઘાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org