________________
જગશેઠ
૧૪૨ નિરાશા, એ બધાં સત્ત્વો પોતપોતાની ભાષામાં મીરકાસીમને જુદે જુદે માર્ગે ખેંચી રહ્યા. થોડા દિવસો થયા બુદ્ધિ અને હૃદયનું બળ તે ખોઈ બેઠો હતો. આત્માનો અવાજ સંભળાતો બંધ થયો. અંતરમાંથી વેરની વાસનાનો એક ધ્વનિ નીકળ્યો. તરત જ મીરકાસીમે જગત્શેઠને પોતાની રૂબરૂ બોલાવ્યા.
“જગતુશેઠ ! મીરકાસીમ હવે છેલ્લી રજા લે છે. મુસ્લીમ સામ્રાજ્ય સ્થાપવાના મોહે મેં પાપ કરતાં પાછું વાળીને નથી જોયું. હજી પણ કેટલાંય પાપ આ ખૂની હાથની રાહ જોઈ રહ્યાં હશે.” વીંધાયેલા વાઘની જેમ મીરકાસીમ વિકરાળ બન્યો. અંતરના તોફાનને શમાવવા તે બે ઘડી શાંત રહ્યો.
હવે તો દુનિયાભરનું મહારાજય મળતું હોય તો પણ મને નહીં જોઈએ ! મરી ખૂટવાની પ્રતિજ્ઞા સાથે આજે જ મોંગીર મૂકું છું. ખરેખર મને મારા સિપાઈઓના વિશ્વાસઘાત ઉપર આંસુ પાડવાનો કંઈ જ અધિકાર નથી. નવાબ ન હતો ત્યારે હું કેટલો સુખી હતો ? નવાબીની મૃગતૃષ્ણા પાછળ દોડ્યો-ભાન ભૂલીને દોડ્યો, એનું પરિણામ જે આવવું જોઈતું હતું, તે જ આવ્યું. પણ હું પશ્ચાત્તાપ નહીં કરું. આ હૃદય ચીરીને જોશો તો જણાશે કે ત્યાં વેરની આગ સળગી રહી છે, બળું છું અને બીજાને પણ બાળીશ ત્યારે જ આ હૃદય કંઈક શાંતિ પામશે.” જગશેઠ બોલવા જતા હતા : “નવાબ–”
બસ, નવાબ અને નવાબીનો આજથી જ અંત આવે છે. મને હવે કોઈની સલાહની જરૂર નથી. સલાહ લઈને હવે હું શું કરી શકવાનો હતો ? બંગાળની નવાબીને બહુ બહુ તો બે દિવસની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org