________________
જગઠ
૧૪૩
વધુ જિંદગી આપી શકું એટલું જ. એને બચાવવાનો પ્રયત્ન ન કરશો. કુદરતી નિર્માણને એના સીધા માર્ગે જવા દો. તમે પણ વચમાંથી ખસી જાઓ અને હું પણ ખસી જઉં... પણ મારે માથે હજી એક કરજ છે. મારે મારા શત્રુઓના લોહીમાં ડૂબવું છે. તમને એકવાર મારી નજર સામે આ ભાગીરથીમાં ડૂબતાં જોઉં...'' મીરકાસીમ અતિશય આવેગને લીધે આગળ બોલી શક્યો નહીં.
“મૃત્યુની બધી તૈયારી કરીને જ આવ્યો છું. શા સારુ સંકોચાઓ છો ? બંગમૈયાનાં લાખો સંતાન, માત્ર મારા ખસી જવાથી સુખી થતાં હોય તો આ તુચ્છ જીવનનું સમર્પણ એ કઈ મોટી વાત છે ? આપની ખાતર નહીં, તેમ મારી ખાતર નહીં, માતૃભૂમિના કલ્યાણની ખાતર અભિમાનથી-સુખથી અને ઉલ્લાસથી મરીશ. નિર્માણની વચમાં અમારાં જીવન આડાં આવતાં હોય તો મૃત્યુ પણ અમારે મન મનોહર બનશે. પુનર્જન્મને વિશે જેને પૂર્ણ વિશ્વાસ છે, આત્માની અમરતા અને ઊર્ધ્વગતિને વિશે જેને સંપૂર્ણ શ્રદ્ધા છે, તે શું મૃત્યુથી બી જશે ? તુચ્છ જીવન ખાતર ભિખારીની જેમ કરગરશે ? બંગાળનો નવાબ નજરોનજર જોઈ શકશે કે જે જગત્શેઠો પોતાના ભંડાર ઉદારતાથી ઉડાવી જાણે છે, તે પોતાનાં જીવન પણ એટલી જ સહેલાઈથી સમર્પી શકે છે !'' જગત્શેઠે ભાગીરથીના શાંત વહેતા જળ સામે જોયું. જીવનની છેલ્લી સાર્થકતા સધાતી હોય તેમ તેમના ચહેરા ઉપર પ્રફુલ્લતા પથરાઈ.
“એમ ન સમજતા કે તમને જળશય્યામાં સુવાડી હું નવાબીનો વૈભવ માણવા જીવતો રહીશ. હું પણ તમારી પાછળ જ આવું છું. નવાબીતંત્ર પણ તમારા બલિદાનથી એટલું બધું ભારે બનશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org