________________
જગશેઠ
૧૪૪
કે તે પણ આપની સાથે જ તળિયે પહોંચી સદાને માટે વિરામ લેશે.” મીરકાસીમે ગળગળા અવાજે કહ્યું.
બંગાળના બે વીરો એ વખતે મૃત્યુના કાંઠે આવી ઊભા હતા. જગડુશેઠ મહતાબચંદ અને મહારાજ સ્વરૂપચંદ, મીરકાસીમની નજર સામે, દેવમંદિરમાં પ્રવેશતા હોય એટલા જ ઉત્સાહથી ભાગીરથીના ઊંડા જળમાં ઊતર્યા. ચુની નામનો એક નોકર તેમની પાછળ બૂડી મરવા તૈયાર થયો. પણ મીરકાસીમે તેને અટકાવ્યો. જગતુશેઠથી એક પળનો પણ વિયોગ તે સહી શક્યો નહીં. ત્યાં ને ત્યાં જ તે એક ઊંચી ટેકરી ઉપર ચડ્યો અને સૌની સામે તેણે પોતાનો દેહ ઝંપલાવ્યો.
મીરકાસીમે માન્યું કે હવે પોતે નિશ્ચિત મને બંગાળનો ત્યાગ કરી શકશે. જગતુશેઠ જેવો બુદ્ધિ અને લક્ષ્મીનો ભંડાર, દુશ્મનોને માટે ખુલ્લો રહે અને તેઓ તેનો ઉપભોગ કરે એ કરતાં તો પોતાની નજર સામે જ સાગરના અનંત જળમાં સમાઈ જાય એ શું ખોટું ? રજપૂતો પોતાના અંતઃપુરમાં આગ મૂક્યા પછી રણમેદાને ઝૂકતા, એમાં ક્રૂરતા કરતાં પણ અધિક તો સહીસલામતી અને સર્વસ્વનો ત્યાગ સમાયેલાં હોય એમ તેને લાગ્યું.
એ રીતે બુદ્ધિને છેતરવા છતાં મીરકાસીમના અંતરનો વિપ્લવ ન શમ્યો. વેરની વાસના આઘે ઊભી રહી. જાણે અટ્ટહાસ્ય કરતી હોય એમ બોલી : “આ જ જગતુશેઠ, એક વાર તારા ફરમાનની સામે થઈ જાત્રા કરવા જતા હતા તે યાદ છે ? એની ઉપર દયા કે મમતા સિંચતાં તું શરમાતો નથી ? કેટલો બુદ્ધિહીન છે ?” મીરકાસીમ વ્યાકુળ ચિત્તે આસપાસ જોઈ રહ્યો ! વૃક્ષો કંપતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org